For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે TMCમાં શામેલ થઈ શકે છે કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદઃ સૂત્ર

ગ્રેસને આજે મોટો ઝટકો લાગી શકે છે કારણકે પાર્ટીના વરિષ્ઠ નેતા કીર્તિ આઝાદ આજે TMCમાં શામેલ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસને આજે મોટો ઝટકો લાગી શકે છે કારણકે પાર્ટીના વરિષ્ઠ નેતા કીર્તિ આઝાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)માં શામેલ થઈ શકે છે. સીએમ મમતા બેનર્જી આજે દિલ્લીના પ્રવાસે છે. એવામાં સૂત્રોનુ કહેવુ છે કે કીર્તિ આઝાદ તેમની ઉપસ્થિતિમાં જ ટીએમસીનુ સભ્યપદ ગ્રહણ કરશે.તમને જણાવી દઈએ કે કીર્તિ આઝાદ જો ટીએમસીમાં શામેલ થશે તો આ તેમની ત્રીજી પાર્ટી હશે. કોંગ્રેસમાં શામેલ થતા પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સાથે પોતાનુ રાજકીય કરિયર શરુ કર્યુ હતુ.

Kirti Azad

કહેવામાં આવી રહ્યુ છે કે કીર્તિ આઝાદના રૂપમાં મમતા બેનર્જી અને તેમની પાર્ટીને બિહારમાં એક મોટો ચહેરો મળશે. કીર્તિ આઝાદના પિતા બિહારના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસનો પાલવ પકડ્યો હતો. ભાજપ છોડવાનુ કારણ તેમના અને અરુણ જેટલી વચ્ચેનો વિવાદ જણાવવામાં આવે છે. ગઈ લોકસભા ચૂંટણીમામં કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી પરંતુ જીતી શક્યા નહોતા. હાલમાં તેમને દિલ્લી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચા હતી પરંતુ આમ થયુ નહિ.

કીર્તિ આઝાદના કોંગ્રેસથી અલગ થવાનુ આ મોટુ કારણ બતાવાઈ રહ્યુ છે. સૂત્રો મુજબ તે પાર્ટીમાં ઉપેક્ષિત અનુભવવા લાગ્યા છે. હવે તે ટીએમસીમાં પોતાનુ રાજકીય કરિયરની નવી શરૂઆત કરી શકે છે. તમને જણાવી દઈએ કે કીર્તિ આઝાદ બિહારમાં કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના દીકરા છે. કીર્તિ આઝાદ દિલ્લીથી એક વાર ફરીથી ધારાસભ્ય અને દરભંગાથી ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. 1983 ક્રિકેટ વર્લ્ડ કપનો હિસ્સો રહેલા કીર્તિ આઝાદ 26 વર્ષ સુધી ભાજપમાં રહ્યા. લગભગ 3 વર્ષથી તે કોંગ્રેસમાં છે.

English summary
Congress leader Kirti Azad may join TMC in delhi: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X