For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલા પર નિવેદન માટે વિધાનસભામાં હોબાળો, બહાર નીકળી શું બોલ્યા સિદ્ધુ?

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન માટે અપાયેલા નિવેદનના કારણે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને આજે પંજાબ વિધાનસભામાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

|
Google Oneindia Gujarati News

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન માટે અપાયેલા નિવેદનના કારણે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને આજે પંજાબ વિધાનસભામાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સિદ્ધુના વિરોધમાં પંજાબ વિધાનસભામાં આજે ખૂબ સૂત્રોચ્ચાર થયા અને અકાલીદળે સિદ્ધુને તેમના નિવેદન બદલ માફીની માંગ કરી જેના માટે ખૂબ હોબાળો થયો. વળી, નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે તે આજે પણ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે કહ્યુ કે આતંકવાદ સાથે કોઈ પ્રકારની સમજૂતી ન કરી શકાય.

સિદ્ધુના નિવેદન પર પંજાબ વિધાનસભામાં ખૂબ હોબાળો

સિદ્ધુના નિવેદન પર પંજાબ વિધાનસભામાં ખૂબ હોબાળો

નવજોત સિંહ સિદ્ધિએ પલટવાર કરતા કહ્યુ કે વર્ષ 1999માં કંધાર પ્લેન હાઈજેકના આરોપીઓને કોણે મુક્ત કર્યા? આપણા જવાન કેમ શહીદ થઈ રહ્યા છે અને આનુ કોઈ સમાધાન કેમ કાઢવામાં નથી આવી રહ્યુ. જે લોકો હુમલા માટે જવાબદાર છે તેમને કઠોર સજા આપવી જોઈએ જેથી આવનારી પેઢીઓ આને યાદ રાખે.

સિદ્ધુએ કહ્યુ - પોતાના નિવેદન પર હજુ પણ અડગ

આ પહેલા પંજાબ વિધાનસભામાં સિદ્ધુના નિવેદન પર ખૂબ હોબાળો થયો. અકાલી દળે સિદ્ધુના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા તો તે પણ ભડકી ગયા. અકાલી દળ નેતા બી એસ મજીઠિયાએ કહ્યુ, ‘સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પુલવામા હુમલાની નિંદા કરીને પ્રસ્તાવ પાસ કર્યો પરંતુ સિદ્ધુ પંજાબ વિધાનસભામાં પાકિસ્તાનની પ્રશંસા કરે છે. અમે આની સામે સંસદમાં પ્રસ્તાવ લાવવા ઈચ્છતા હતા પરંતુ આની મંજૂરી આપવામાં ન આવી. જો અમે સંસદમાં નહિ બોલીએ તો ક્યાં અવાજ ઉઠાવીશુ.'

સિદ્ધુને કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવે - બાદલ

બીજી તરફ પ્રકાશ સિંહ બાદલે પણ કોંગ્રેસ નેતા સિદ્ધુ પર હુમલો કર્યો અને કહ્યુ કે તેમના નિવેદનના કારણે સિદ્ધુને કોંગ્રેસમાંથી કાઢી નાખવા જોઈએ. તેમણે કહ્યુ કે જે દેશ વિરોધી નિવેદનબાજી કરી રહ્યા છે તેમની સામે કેસ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા હુમલા બાદ નિવેદન આપીને કહ્યુ હતુ કે અમુક લોકોના કારણે તમે એક દેશને દોષી કેવી રીતે ગણી શકો છો? તેમણે કહ્યુ હતુ કે આ હુમલા માટે જે દોષી છે તેમને સજા મળવી જોઈએ. સિદ્ધુએ કહ્યુ હતુ કે આતંકનો કોઈ ધર્મ અને દેશ નથી હોતો. સિદ્ધુ ખુલીને પાકિસ્તાનનું નામ લેતા બચતા જોવા મળ્યા હતા જેના માટે વિવાદ વધી ગયો હતો અને તેમની સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

આ પણ વાંચોઃ 'દેશના જવાનોનું મનોબળ ઉંચુ છે, આતંકવાદીઓનો સફાયો કરવામાં આપણે સફળ'આ પણ વાંચોઃ 'દેશના જવાનોનું મનોબળ ઉંચુ છે, આતંકવાદીઓનો સફાયો કરવામાં આપણે સફળ'

English summary
Congress leader Navjot Singh Sidhu statement over ruckus in punjab assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X