રાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો - મધ્યમ વર્ગની બચત પર વ્યાજ ઘટાડીને લૂટ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત પર વ્યાજ ઘટાડવાના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત પર વ્યાજ ઘટાડવાના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ચૂંટણી ખતમ થતા જ મધ્યમ વર્ગની બચત પર ફરીથી વ્યાજ ઘટાડીને લૂટ કરવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ ડીઝલ-પેટ્રોલની કિંમતો માટે પણ સરકારને નિશાના પર લીધી હતી. વળી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સીતારમણ પર નિશાન સાધ્યુ.

ચૂંટણી ખતમ થતા જ મધ્યમ વર્ગની બચત પર લૂટ

ચૂંટણી ખતમ થતા જ મધ્યમ વર્ગની બચત પર લૂટ

રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરીને લખ્યુ કે, 'પેટ્રોલ-ડીઝલ પર તો પહેલાથી જ લૂટ હતી, ચૂંટણી ખતમ થતા જ મધ્યમ વર્ગની બચત પર ફરીથી વ્યાજ ઘટાડીને લૂટ કરવામાં આવશે, જુમલાની જૂઠની આ સરકારે જનતા સાથે લૂટ કરી!' વળી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર 24 કલાકની અંદર સરકાર દ્વારા ઘોષિત નાની બચત પર નવા વ્યાજ દરોને પાછા લેવા માટે કટાક્ષ કરીને કહ્યુ કે શું આ વાસ્તવમાં 'ચૂક' હતી કે ચૂંટણીના કારણે આવુ કરવામાં આવ્યુ?

ચૂંટણીના કારણે પાછો લેવામાં આવ્યો?

ચૂંટણીના કારણે પાછો લેવામાં આવ્યો?

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, 'સાચેમાં સીતારમણ, આ ભારત સરકારની યોજનાઓ પર વ્યાજદરોને ઘટાડવાનો આદેશ જાહેર કરવા પાછળની ચૂક હતી કે આને ચૂંટણીના કારણે પાછો લેવામાં આવ્યો?' પ્રિયંકાની આ ટિપ્પણી ગુરુવારે સીતારમણના એ કહ્યા બાદ આવી, ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજ દરો એ જ રહેશે, જે 2020-2021ની અંતિમ ત્રિમાસિકમાં હતા, એટલે કે માર્ચ 2021ના દરો હતા. ભૂલથી જાહેર આદેશ પાછો લેવામાં આવશે.

સર્કસ ચલાવી રહ્યા છો કે સરકાર?

સર્કસ ચલાવી રહ્યા છો કે સરકાર?

બુધવારે નાણા મંત્રાલયે નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોમાં 50-110 બેસિસ પોઈન્ટના ઘટાડાની ઘોષણા કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ પણ એક ટ્વિટમાં સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે મેડમ નાણામંત્રી, તમે સર્કસ ચલાવી રહ્યો છે કે સરકાર? એવામાં કોઈ પણ અર્થવ્યવસ્થાના કામકાજની કલ્પના કરી શકે છે જ્યારે કરોડો લોકોને પ્રભાવિત કરનાર આવા વિધિવત આદેશ ચૂકથી જાહેર કરી દેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X