કોંગ્રેસી સાંસદ વિજય દર્ડાએ મોદી બાદ ગડકરીના કર્યા વખાણ

vijay darda
નાગપુર, 25 જાન્યુઆરી: એક તરફ બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી બીજી વખત અધ્યક્ષ બની ના શક્યા, આને તેઓ વિપક્ષનું કાવતરું ઘણાવી રહ્યા હતા. જ્યારે બીજી બાજું કોંગ્રેસી સાંસદ વિજય દર્ડા ગડકરી માટે વખાણના ફૂલ બાંધી રહ્યા છે.

ખાસ વાત એ છે કે જ્યારે દર્ડા નિતિન ગડકરીના વખાણ કરી રહ્યા હતા, ગડકરી પોતે પણ મંચ પર હાજર હતા. દર્ડાએ ગડકરીના વખાણ કરતા જણાવ્યું કે એ વિદર્ભની વિશેષતા છે કે અહીં દરેક વ્યક્તિ જીવે છે સિંહની જેમ અને મરે પણ સિંહની જેમ.

વિજય દર્ડાએ આટલું જ નહી પરંતુ વધુમાં જણાવ્યું કે ગડકરી બીજી વખત અધ્યક્ષ નહી બની શકવાને કારણે વિદર્ભને નુકસાન થયું છે. પૂર્તિ કંપની દ્વારા આયોજિત એગ્રો વિઝન નામના એક કાર્યક્રમ દરમિયાન દર્ડાએ ગડકરીના ભરપૂર વખાણ કર્યા. નાગપૂરના એક કાર્યક્રમમાં આ બંને નેતાએ હાજરી આપી હતી દરમિયાન આ રાજકારણનું નાટક સર્જાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ જઇને એક વખત નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જેમાં વિજય દર્ડા મંચ પરથી બોલી રહ્યા હતા અને એવામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થતા જ ઉપસ્થિત લોકો મોદી....મોદીના નારા લગાવવા લાગ્યા હતા. ત્યારે દર્ડાએ કહ્યું હતું કે 'ગુજરાત કા શેર આયા હે.. ઓર યે શેર દહાડતા ભી હૈ.'

જોકે મોદીને સિંહ તરીકે સંબોધન કર્યા બાદ દર્ડાને પાર્ટી તરફથી ઘણી ખરીખોટી સાંભળવી પડી હતી, હવે જોવાનું એ છે કે ગડકરીના વખાણ કરવા બદલ તેમના પર કયા આફતના પહાડ તૂટી પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X