For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને થયો છાતીમાં દુખાવો, હોસ્પિટલમાં દાખલ

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ બુધવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ બુધવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે, મારા પિતાને હાર્ટની સમસ્યા છે. ડો.રમેશ શરૂઆતથી જ તેમની સારવાર કરી રહ્યા છે. યતિન્દ્રએ જણાવ્યું હતું કે અગાઉ પણ તેમને આવી જ એન્જીયોપ્લાસ્ટી કરાવેલી છે.

Siddarmaiah

સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું કે, આજે ડોક્ટરે કહ્યું કે તેના હ્રદયમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થતું નથી. ડોક્ટરની સલાહથી તેમણે એન્જીયોપ્લાસ્ટી કરાવી. હાલમાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે (ગુરુવારે) સવારે તેઓને રજા આપવામાં આવશે. અત્યારે તેની સ્થિતિ સામાન્ય છે. તમને જણાવી દઇએ કે બુધવારે સિદ્ધારમૈયાએ તેમના ખરાબ સ્વાસ્થ્યના સમાચારને અફવા ગણાવી હતી.

સિદ્ધારમૈયાએ બુધવારે ટ્વિટ કર્યું હતું કે મારા સ્વાસ્થ્ય અંગેની અફવાઓ ખોટી છે. હું સ્વસ્થ અને ઠીક છું હું નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે ડોક્ટર પાસે આવ્યો છું, તેથી ચિંતા કરવાની જરૂર નથી.

તમને જણાવી દઇએ કે, કર્ણાટકની તાજેતરની વિધાનસભા પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ સિદ્ધારમૈયાએ વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. સિદ્ધારમૈયાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએથી રાજીનામું સુપરત કર્યું હતું.

English summary
Congress leader Siddaramaiah has chest pain,, hospitalized
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X