For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં સોનૂ સુદને મેયરનો ચહેરો બનાવવા માંગે છે કોંગ્રેસના નેતા, આ એક્ટર્સ પર પણ વિચાર

કોંગ્રેસ નેતા ઈચ્છે છે કે સોનૂ સૂદને મેયરના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના કાળમાં જે રીતે બૉલિવુડ એક્ટર સોનૂ સૂદે લોકોની મદદ કરી ત્યારબાદથી ચારે તરફ તેની પ્રશંસા થઈ રહી છે. કોરોના કાળમાં લોકોની મદદના અભિયાનને સોનૂ સૂદ હજુ સુધી ચલાવી રહ્યા છે અને દરેક સંભવ લોકોની મદદ કરવા માંગે છે. સોનૂ સૂદની આ લોકપ્રિયતાનો રાજકીય પક્ષો લાભ ખાંટવામાં લાગી ગયા છે. કોંગ્રેસ નેતા ઈચ્છે છે કે સોનૂ સૂદને મેયરના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ.

sonu sood

રિતેશ, સોનૂ અને મિલિન્દ સોમન પર વિચાર

મુંબઈ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના સેક્રેટરી ગણેશ યાદવે સૂચન કર્યુ છે કે પાર્ટીને મેયર પદના ઉમેદવાર ચૂંટણી પહેલા નક્કી કરવી જોઈએ. એટલુ જ નહિ મેયર પદ માટે સોનૂ સૂદ, મિલિન્દ સોમન કે પછી રિતેશ દેશમુખને મેદાનમાં ઉતારવા જોઈએ કે જે શહેરના યુવા લોકો સાથે જોડાઈ શકે. ગણેશ યાદવ કે જે મુંબઈ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે તેમણે સ્ટ્રેટેજી કમિટી સામે પ્રેઝન્ટેશન આપ્યુ છે તેમાં આ લોકોના નામ સૂચવ્યા છે.

શું કહેવુ છે ગણેશ યાદવનુ

આ રિપોર્ટ લીક થયા બાદ સોશિયલ મીડિયા પર આની ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારે ગણેશ યાદવને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે આના પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યુ કે મને ખબર નથી કે આ રિપોર્ટ કેવી રીતે લીક થયો જેને મે કમિટી સામે રજૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે છે જેમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ અને અન્ય વરિષ્ઠ નેતા જેવા કે અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ પણ શામેલ છે.

બે દશકથી બીએમસી પર શિવસેનાનુ રાજ

તમને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમની ચૂંટણી આવતા વર્ષે થવાની છે એવામાં કોંગ્રેસ આ ચૂંટણીમાં એકલા પોતાના દમ પર ઉતરવાની રણનીતિ બનાવી રહી છે. બીએમસી પર હાલમાં શિવસેનાનુ છેલ્લા બે દશકથી નિયંત્રણ છે અને તે સત્તામાં છે. જો કે પહેલા શિવસેના અને ભાજપ એકસાથે મળીને સત્તામાં હતા પરંતુ બાદમાં 2017માં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી અને ફરીથી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે ભાજપ બીજા સ્થાને રહ્યુ હતુ. આ વખતે ભાજપે શિવસેનાને બીએમસીથી બહાર કરવાનો દાવો કર્યો છે. જો કે શિવસેના અને કોંગ્રેસ હાલમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સાથે છે પરંતકુ માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે બંને અલગ-અલગ ચૂંટણી લડી શકે છે.

English summary
Congress leader wants to project Sonu Sood as mayoral face in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X