For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ ટિકિટ કપાતાં નારાજ થયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઝેર ગટગટાવ્યું

ટિકિટ કપાતાં નારાજ થયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઝેર પી લીધુ

|
Google Oneindia Gujarati News

ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસનો વિરોધ થમવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે જ્યાં પોતાના જ પાર્ટીના ઉમેદવારના પોસ્ટર પર કાલિખ પોતવામાં આવી હતી. જ્યારે આજે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ ટિકિટ ન મળતાં આઘાતમાં આવી ઝેર ગટગટાવી લીધું. ગ્વાલિયરના વરિષ્ઠ નેતા પ્રેમ સિંહ કુશવાહાએ ટિકિટ ન મળતા આઘાતમાં આ પગલું ઉઠાવ્યું હતું. હાલ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

premsinh kushwaha

જણાવી દઈએ કે ચૂંટણી લક્ષી યુદ્ધ મેદાનમાં વરિષ્ઠ નેતા ટિકિટની અપેક્ષા રાખીને બેઠા હતા, પરંતુ ટિકિટ કપાતાં તેઓ નારાજ થયા હતા. સમસ્યા એ છે કે કેટલાય નેતા દળ બદલી રહ્યા છે તો કેટલાક અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. આ વચ્ચે ટિકિટ કપાતાં આઘાતમાં આવીને એક કોંગ્રેસના નેતાએ એવું ભયંકર પગલું ભર્યું જેનાથી હડકંપ મચી ગયો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પ્રેમસિંહ કુશવાહાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવ રાવ સિંધિયાની પ્રતિમા સામે નદી ગેટ પર ઝેર ખાઈ લીધું. ઘટનાની જાણકારી મળતા જ તેમને તુરંત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ખતરાની બહાર છે.

પ્રેમસિંહ કુશવાહા ગ્વાલિયર કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તા રહ્યા છે અને જિલ્લા તથા પ્રદેશ કોંગ્રેસમાં કેટલાય પદો પર રહી ચૂક્યા છે. મળેલી માહિતી મુજબ પ્રેમસિંહ કુશવાહા ગ્વાલિયર દક્ષિણ અથવા ગ્વાલિયર પૂર્વ વિધાનસભાી ટિકિટ માગી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે એમને ટિકિટ ન આપી. ઉપરાંત ગ્વાલિયર દક્ષિણથી સુરેશ પચૌરી સમર્થક પ્રવીણ પાઠકની ટિકિટની જાહેરાત થતાં તેમની આખરી ઉમ્મીદ પર પણ પાણી ફરી વળ્યું હતું અને આઘાતમાં તેમણે આત્મઘાતી પગલું ભરી લીધું. આ મામલે પ્રેમસિંહ કુશવાહાનું કહેવું છે કે કોંગ્રેસે બાહરી નેતાઓને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓને જ ટિકિટ મળી નથી. એમણે કહ્યું કે અમે 46 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસનો વ્યવહાર ઉચિત નથી.

આ પણ વાંચો- નોટબંધીનો નિર્ણય કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા: રાહુલ ગાંધી

English summary
congress leder eat poison and attemp extreme step in gwalior
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X