મોદીને ફસાવવા માટે થઇ રહ્યો છે CBIનો દુરુપયોગ: નાયડૂ

venkaiah naidu
કોલકાતા, 3 ઓક્ટોબર: ભાજપા નેતા એમ. વેંકૈયા નાયડૂએ ગુરુવારે ચેતાવણી આપી કે ઇશરત જહાં મામલામાં સીબીઆઇનો દુરુપયોગ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફંસાવવાની નકારાત્મક રણનીતિ કોંગ્રેસને ભારે પડશે.

નાયડૂએ દાવો કર્યો કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીને મળી રહેલા અપાર સમર્થનથી ભયભીત થઇ ગઇ છે. તેમણે જણાવ્યું કે 'હતાશ કોંગ્રેસને હવે મોદી અને તેમના સહયોગિઓને બદનામ કરવામાં કેન્દ્રીય તપાસ એજન્સી પર ભરોસો છે.'

નાયડૂએ જણાવ્યું કે 'મોદીને ફસાવવાની ચાલ ચાલીને કોંગ્રેસ આગ સાથે રમત કરવાની કોશીશ કરી રહી છે. કોંગ્રેસ માટે એ ચેતવણી છે કે આ નકારાત્મક રણનીતિની તેને ભારે કિંમત ચૂકવવી પડશે.'

મુંબઇની એક કૉલેજની વિદ્યાર્થિની ઇશરત જહાં અને તેના ત્રણ મિત્રો પ્રણેશ ગોપીનાથ પિલ્લે, અમજદ અલી અને જિશાન જૌહરને ગુજરાત પોલીસે 15 જૂન 2004ના રોજ એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસે માર્યા ગયેલા તમામ લોકોને પાકિસ્તાનથી જમ્મૂ અને કાશ્મીરના માર્ગે આવેલા આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો તેઓ મોદીને મારવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X