For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેએસ ઈશ્વરપ્પાને સસ્પેન્ડ કરવાની માંગ, કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભામાં વિતાવી રાત

કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં મંત્રી કેએસ ઈશ્વરપ્પા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં મંત્રી કેએસ ઈશ્વરપ્પા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ધારાસભ્યોએ મંત્રીને સસ્પેન્ડ કરવાની માંગને લઈને વિધાનસભામાં પ્રદર્શન કર્યુ અને વિધાનસભામાં જ સૂઈને રાત પસાર કરી. કોંગ્રેસ માંગ કરી રહી છે કે મંત્રી સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવે. નોંધનીય વાત છે કે ઈશ્વરપ્પાએ કહ્યુ હતુ કે એક દિવસ લાલ કિલ્લા પર ભગવો ઝંડો લહેરાવશે. તેમના આ નિવેદન સામે કોંગ્રેસ પાર્ટી સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે અને મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે.

congress

ગુરુવારે રાતે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ મંત્રીના વિરોધમાં વિધાનસભાની અંદર રાત વિતાવી. વિરોધમાં આખી રાત ધારાસભ્યો સાથે જમતા અને જમીન પર સૂતા જોવા મળ્યા હતા. પક્ષના કર્ણાટક યુનિટેટ્વિટર પર કહ્યુ કે રાષ્ટ્રધ્વજના સમ્માન અને ગરિમાનુ રક્ષણ કરવુ એ ગર્વની વાત છે. વિધાનસભાની અંદરના સ્લીપઓઓવરના ફોટા શેર કરીને કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જ્યાં સુદી ઈશ્વરપ્પા સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં નહિ આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

કોંગ્રેસે બુધવારે બંને ગૃહોમાં ઈશ્વરપ્પાને કેબિનેટમાંથી બરતરફ કરવાની અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. હોબાળો ગુરુવારે સાંજ સુધી ચાલુ રહ્યો હતો કારણકે હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ હોવા છતાં પણ ધારાસભ્યોએ ગૃહમાં આક્રમક વિરોધ કર્યો હતો. ત્યારબાદ સ્પીકરને સવારે 11 વાગે જ સત્ર સ્થગિત કરવાની ફરજ પડી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ બુધવારે કોંગ્રેસ પર વિધાનસભાાં ફ્લેગ કોડનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને આરોપ લગાવ્યો કે પાર્ટી જવાબદાર વિપક્ષ તરીકે કામ કરવામાં નિષ્ફળ રહી છે. ઈશ્વરપ્પાના નિવેદનો અંગે બોમાઈએ કહ્યુ કે કોંગ્રેસના નેતાઓ જાણપૂર્વક મંત્રીના નિવેદનનો માત્ર એક ભાગ ટાંકી રહ્યા છે અને વિધાનસભા અને રાજ્યના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

English summary
Congress MLA's sleepover in assembly demanding KS Eshwarappa resignation and sedition case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X