For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે કોંગ્રેસના સાંસદે પાર્ટી છોડવાની ધમકી આપી

|
Google Oneindia Gujarati News

congress-logo
હૈદરાબાદ, 14 એપ્રિલ : આંધ્રપ્રદેશમાં આવેલા તેલંગાણાના એક કોંગ્રેસી સાંસદે રવિવારે ધમકી આપી છે કે જો તેલંગાણા પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. આંધ્રપ્રદેશના નાગરકૂર્લૂમ સંસદીય મત વિસ્તારના સાંસદ મંદા જગન્નાથમે જણાવ્યું હતું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆઇએસ) દ્વારા તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે આ બાબતે નિર્ણય લેવા માટે તે પ્રદેશના અન્ય સાંસદો સાથે મળીને એક કે બે દિવસમાં નિર્ણય લેશે. જો કે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નિર્ણય લેશે.

રવિવારે પત્રકારો સાથેની મુલાકાતમાં જગન્નાથમની સાથે રાજ્યના મંત્રી કે જના રેડ્ડી અને પાર્ટી નેતા કે કેશવા રાવનો પણ હાજર હતા. આ ઘટનાક્રમને પગલે કોંગ્રેસે તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. જના રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને જગન્નાથમના પાર્ટી છોડવાના નિર્ણયની જાણ ન હતી.

આ પ્રસંગે જગન્નાથમે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે ટીઆઇએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સાથેની તેમની બેઠક માત્ર ઔપચારિક બેઠક હતી. આ દરમિયાન કોંગ્રેસના અન્ય એક સાંસદ જી વિવેકે આજે જણાવ્યું કે તેઓ પાર્ટીની સાથે જ રહેશે. તેઓ પાર્ટીમાં રહીને જ અલગ તેલંગાણા માટે લડશે. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે જગન્નાથમ સાથે જી વિવેક અને એસ રાજૈયાહ જોડાવાના છે. રાજ્યમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 7 સાંસદ અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી રહ્યા છે.હૈદરાબાદ, 14 એપ્રિલ : આંધ્રપ્રદેશમાં આવેલા તેલંગાણાના એક કોંગ્રેસી સાંસદે રવિવારે ધમકી આપી છે કે જો તેલંગાણા પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. આંધ્રપ્રદેશના નાગરકૂર્લૂમ સંસદીય મત વિસ્તારના સાંસદ મંદા જગન્નાથમે જણાવ્યું હતું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆઇએસ) દ્વારા તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે આ બાબતે નિર્ણય લેવા માટે તે પ્રદેશના અન્ય સાંસદો સાથે મળીને એક કે બે દિવસમાં નિર્ણય લેશે. જો કે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નિર્ણય લેશે.

રવિવારે પત્રકારો સાથેની મુલાકાતમાં જગન્નાથમની સાથે રાજ્યના મંત્રી કે જના રેડ્ડી અને પાર્ટી નેતા કે કેશવા રાવનો પણ હાજર હતા. આ ઘટનાક્રમને પગલે કોંગ્રેસે તાત્કાલિક બેઠક પણ બોલાવી હતી. જના રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને જગન્નાથમના પાર્ટી છોડવાના નિર્ણયની જાણ ન હતી.

આ પ્રસંગે જગન્નાથમે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે ટીઆઇએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સાથેની તેમની બેઠક માત્ર ઔપચારિક બેઠક હતી. આ દરમિયાન કોંગ્રેસના અન્ય એક સાંસદ જી વિવેકે આજે જણાવ્યું કે તેઓ પાર્ટીની સાથે જ રહેશે. તેઓ પાર્ટીમાં રહીને જ અલગ તેલંગાણા માટે લડશે. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે જગન્નાથમ સાથે જી વિવેક અને એસ રાજૈયાહ જોડાવાના છે. રાજ્યમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 7 સાંસદ અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી રહ્યા છે.

English summary
Congress MP from Telangana threatens to quit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X