ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ-એનસીપી એક મંચ પર, સુપ્રિયા સુલે અને સુશાંત સિંહ જોડાયા!
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ દિવસોમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. રાહુલ ગાંધી સતત બીજેપી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ સાથે એનસીપી પણ જોવા મળી છે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા ચાર દિવસથી મહારાષ્ટ્રમાં છે ત્યારે રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આ સિવાય NCP નેતા સુપ્રિયા સુલે સાથે અન્ય NCP નેતા યાત્રામાં જોડાયા હતા. સુપ્રિયા સુલે અને અભિનેતા સુશાંત સિંહ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.
સુપ્રિયા સુલે પ્રવાસમાં રાહુલ ગાંધીથી આગળ ચાલતી જોવા મળી હતી. અહીં રાહુલ ગાંધી બાળકોનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. યાત્રામાં સુપ્રિયા સુલે ઉપરાંત જયંત પાટીલ, જિતેન્દ્ર પણ હાજર રહ્યા હતા. ભારત જોડો યાત્રા નાંદેડના મધુલ દેગલોર નાકા પહોંચી હતી, જ્યાં NCP નેતાઓ જોડાયા હતા.
મહારાષ્ટ્રમાં યાત્રાને લોકોનું સમર્થન મળી રહ્યુ છે. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી યાત્રાનો 64મો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં આજે ચોથો દિવસ છે. મહારાષ્ટ્રમાં યાત્રા 7 નવેમ્બરના રોજ નાંદેડ જિલ્લાના દેગલુરથી શરૂ થઈ છે.

Click it and Unblock the Notifications