'રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારાઓ પર ઇનામની જાહેરાત'
ઇન્દોર, 2 એપ્રિલ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી પોસ્ટરો પર સ્યાહી ફેંકવાના કેસમાં કથિત રીતે ભાજપના અજ્ઞાત કાર્યકર્તા પર શંકા વ્યક્ત કરવાની સાથે કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ ઘટનાને અંજામ આપનાર તત્વો વિશે માહિતી આપનાર વ્યક્તિને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.
શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેશ ગર્ગે કહ્યું હતું કે 'જે વ્યક્તિ અમને કોંગ્રેસ ઉપાધ્યક્ષના પોસ્ટર પર સ્યાહી ફેંકનાર વિશે પાક્કી માહિતી આપશે, તેને અમે 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીશું. ગર્ગે કહ્યું હતું કે જો પોલીસકર્મી રાહુલના પોસ્ટરો પર સ્યાહી ફેંકનારની ઓળખ કરી તેમની ધરપકડ કરે છે, તો તેમને પણ કોંગ્રેસ દ્વારા 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અજ્ઞાત તત્વોએ વિજય નગર વિસ્તારમાં એક બસ સ્ટોપ પર લાગેલા કોંગ્રેસના ચૂંટણી પોસ્ટરમાં રાહુલ ગાંધીના ચહેરા પર સ્યાહી લગાવી દિધી હતી. આ સાથે જ કોંગ્રેસના ચૂંટણી ચિન્હ હાથના પંજામાં અપશબ્દો લખ્યા હતા. જ્યારે સ્થાનિક કોંગ્રેસ નેતાઓને આ અંગે સમાચાર મળ્યા તો તેમને બસ સ્ટોપ પર એકઠા થઇ આ હરકત વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કર્યું.
ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પોલીસ પાસે માંગ કરી હતી કે રાહુલના ચૂંટણી પોસ્ટરમાં સ્યાહી લગાવનાર તત્વોની જલદી ધરપકડ કરે. આ ફરિયાદમાં કોંગ્રેસ નેતાઓએ શંકા વ્યક્ત કરી હતી કે કથિત રીતે ભાજપના અજ્ઞાત કાર્યકર્તાઓએ રાહુલના પોસ્ટર પર સ્યાહી લગાવી હતી જેથી ચૂંટણીના માહોલને ખરાબ કરી શકાય.












Click it and Unblock the Notifications
