For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએમાં ફૂટ, ઉમર અબ્દુલા આપી શકે છે રાજીનામું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોંફ્રન્સની સત્તાધારી ગઠબંધન આ સંકેતો વચ્ચે તૂટી શકે છે કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલા બંને પાર્ટી વચ્ચે તીખા મતભેદોના લીધે રાજીનામું આપવાનો વિચાર કરી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ એપ્રિલ-મે લોકસભા ચૂંટણી અને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં લગભગ 700 નવા વહિવટી એકમો નિમવાની યોજનામાં વિધ્ન બની રહી છે.

આ બંને પાર્ટીઓ એક ટકરાવના માર્ગે ચાલી રહી છે અને કોંગ્રેસ મહાસચિવ તથા પાર્ટી મુદ્દાઓ માટે પ્રદેશ પ્રભારી અંબિકા, પ્રદેશ કોંગ્રેસ અધ્ય્ક્ષ સૈફૂદ્દીન સોજ, કેન્દ્રિય મંત્રી ગુલામ નબી આઝાદ અને ઉમર અબ્દુલા વચ્ચે બુધવારે બેઠક યોજાઇ હોવાછતાં આ ગતિરોધને ઉકેલવાના પ્રયત્નો અસફળ રહ્યાં છે.

omar-abdullah

નેશનલ કોંફ્રરન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કારણોથી નિરાશ મુખ્યમંત્રી પદ છોડવાના મુદ્દે વિચાર કરી રહ્યાં છે કારણ કે પ્રદેશ કોંગ્રેસ આ યોજનાને 'નિષ્ફળ' કરવા માટે પ્રતીત થાય છે કારણ કે તેને લાગે છે કે આ યોજનાઓથી આગામી ચૂંટણીમાં નેશનલ કોંફ્રન્સને લાભ થશે.

ગત પાંચ વર્ષોથી ગઠબંધનનું નેતૃત્વ કરનાર ઉમર અબ્દુલા જો રાજીનામું આપે છે તો નેશનલ કોંફ્રન્સ વિધાનસભા ચૂંટણી આગળ વધારવા માટે દબાણ નાખી શકે છે અને તેને લોકસભાની સાથે કરાવવા માટે દબાણ કરી શકે છે. તેમના રાજીનામાથી રાજ્યમાં રાજ્પપાલ શાસનનો માર્ગ મોકળો થઇ શકે છે.

English summary
The ruling alliance between the Congress and the National Conference (NC) in Jammu and Kashmir may split soon over the issue of formation of administrative units in the state. Chief minister Omar Abdullah is considering resigning following sharp differences between the two parties, sources in the NC said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X