For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યુ કેમ લડી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'સોનિયા ગાંધીએ મને પોતાના ઘરે બોલાવ્યો હતો અને કોંગ્રેસનુ નેતૃત્વ કરવા માટે કહ્યુ હતુ. મે તેમને...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખડગેએ ગુવાહાટીમાં પૂર્વોત્તરના કોંગ્રેસ સભ્યોને સંબોધિત કરીને મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'સોનિયા ગાંધીએ મને પોતાના ઘરે બોલાવ્યો હતો અને કોંગ્રેસનુ નેતૃત્વ કરવા માટે કહ્યુ હતુ. મે તેમને(સોનિયા ગાંધી)ને કહ્યુ કે હું ત્રણ નામ સૂચવી શકુ છુ પરંતુ તેમણે કહ્યુ કે તે નામ નથી માંગી રહ્યા અને મને તેમણે પાર્ટીની નેતૃત્વ કરવા માટે કહ્યુ છે. તે સામૂહિક નેતૃત્વમાં વિશ્વાસ કરે છે અને કોંગ્રેસ પાર્ટીને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે બધા સભ્યો સાથે કામ કરશે.'

Mallikarjun Kharge

'ચૂંટણી એટલા માટે થઈ રહી છે કારણકે... '

રાજયસભા સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે તે ચૂંટણી લડવા માટે એટલા માટે સંમત થયા કારણકે ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય પાર્ટી અધ્યક્ષનુ પદ સંભાળવા માટે તૈયાર નહોતો. તેમણે કહ્યુ કે, 'ચૂંટણી એટલા માટે થઈ રહી છે કારણકે સોનિયા અને રાહુલ ગાંધી બંનેએ એક લોકતાંત્રિક પ્રક્રિયાનુ વચન આપ્યુ હતુ જેમાં પ્રતિનિધિ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરશે. તેમણે પાર્ટીના સભ્યોને ભાજપ સામે પોતાની લડાઈમાં એક થવા માટે આગ્રહ કર્યો હતો, જે આ બંને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને દેશ અને વિપક્ષને વિભાજિત કરવા માંગે છે.'

આપણી ફરજ છે કે આપણે સોનિયા ગાંધીની વાત સાંભળીએ જેમની પાસે...

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'તેમનો પહેલો હેતુ 'ઉદયપુર ઘોષણાપત્ર' લાગુ કરવાનો અને 50 વર્ષથી નાની ઉંમરના લોકોને નિયુક્ત કરીને પાર્ટીમાં 'નવુ લોહી' લાવવાનો હશે, જેમાં મહિલાઓ અને ઓબીસી, એસસી અને એસટી અન્ય લોકો પણ સામેલ છે.' મલ્લિકાર્જૂન ખગડેએ વધુમાં કહ્યુ કે, 'હું પરામર્શ અને સામૂહિક નેતૃત્વમાં વિશ્વાસ કરુ છુ. હું એ લોકો પર વિશ્વાસ નથી કરતો જે આંખો બંધ કરીને મને અનુસરે છે. પરંતુ ઈચ્છુ છુ કે એ મારી સાથે ચાલે. આપણે સાથે મળીને પાર્ટીના સંગઠનાત્મક ઢાંચાને મજબૂત કરવા માટે કામ કરીશુ. કોંગ્રેસને જવાહરલાલ નહેરુના વારસાની રક્ષા કરવાની છે જેને પહેલા ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ આગળ વધાર્યો હતો. આ આપણી ફરજ છે કે આપણે સોનિયા ગાંધીની વાત સાંભળીએ જેમની પાસે 20 વર્ષ સુધી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ જ્ઞાન અને અનુભવ છે.'

English summary
Congress president poll: Mallikarjun Kharge explain why he is participating in Congress president election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X