પદ્માવતની હિંસા મામલે રાહુલે કહ્યું, ભાજપે લગાવી છે દેશમાં આગ

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત પર દેશભરમાં થયેલી હિંસા મામલે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે બાળકો પર હિંસા કોઇ પણ રીતે યોગ્ય ન ગણાવી શકાય. રાહુલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નફરત અને હિંસાનો ઉપયોગ કરીને પૂરા દેશમાં આગ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંસા અને નફરત નબળા લોકોના હથિયાર છે. નોંધનીય છે કે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં બાળકોની સ્કૂલ પર કરણી સેનાના લોકોએ હુમલો કર્યો હતો અને બસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બાળકો રડી રહ્યા છે અને ભીડ બસ પર પથરાવ કરી રહી છે. વીડિયોમાં સાફ દેખાય છે કે બાળકો અને શિક્ષકો કેવી રીતે સીટ નીચે છુપાઇને બેઠા છે. જેથી તે હુમલાથી બચી શકે. વધુમાં પોલીસ પણ આ ભીડને નિયંત્રિત નહતી કરી શકી. બાળકોને કોઇ રીતે બસની અંદર કવર કરવામાં આવ્યા હતા.

rahul gandhi

આ ઘટના પર હરિયાણાની સરકારના મંત્રી અનિલ વિજ કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રીએ આ જ કારણે સાર્વજનિક ભાવનાઓને દેખીને સિનેમા હોલમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ નથી દેખાડી રહ્યા. પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપીને અને મુખ્યમંત્રીની વાત મુજબ અમે જે સિનેમાગૃહ આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવા ઇચ્છતું હોય તેને સુરક્ષા આપીશું. ત્યાં જ કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પણ સ્કૂલના બાળકો પર કરવામાં આવેલા હુમલાને અયોગ્ય કહ્યું છે અને સાથે જ ખટ્ટર સરકાર તમામ મોર્ચા પર કાનૂન અને વ્યવસ્થા રાખવામાં અસફળ રહી છે તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટેના આદેશને જો સરકાર લાગુ ના કરી શકે તો તેમને સરકારમાં કોઇ અધિકાર નથી. સૂરજ પાલ અમૂએ કહ્યું કે સ્કૂલ બસ પર હુમલો થયો તે અંગે એજ કહીશ કે કે હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરું છું. આ મામલે જ્યારે વડાપ્રધાન, ગૃહ મંત્રી કે અમિત શાહ બોલવા માટે આવશે ત્યારે જ પૂર્ણ થશે. હું પદ્માવતનો બહિષ્કાર કરવાની દરેકને અપીલ કરું છું.

English summary
Congress President rahul gandhi comments on padmavat Protest

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.