Women Reservation: મહિલા અનામત પર રાહુલ ગાંધીનો પીએમ મોદીને પત્ર
કોંગ્રેસે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની માંગ કરી છે અને આ અનુસંધાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી પણ લખી છે.
કોંગ્રેસે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની માંગ કરી છે અને આ અનુસંધાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી પણ લખી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યુ છે કે સરકાર મહિલા અનામત બિલ લઈને આવે, અમારો કોંગ્રેસ પક્ષ તેનું પૂરેપૂરુ સમર્થન કરશે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીથી પહેલા તેમની મા અને યુપીએ સુપ્રિમો સોનિયા ગાંધીએ પણ સપ્ટેમ્બર 2017 માં પીએમ મોદીને ચિઠ્ઠી લખીને કહ્યુ હતુ કે તમારી સરકાર પાસે લોકસભામાં બહુમત છે અને તમે મહિલા અનામત બિલ પાસ કરાવો, કોંગ્રેસ પક્ષ સમર્થન કરશે.
ઉલ્લેખનીય છે કે મહિલા અનામત બિલ હેઠળ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ છે. તમને જણાવી દઈએ કે પૂર્વાંચલ પ્રવાસ પર પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ કે કદાચ આ મુસ્લિમ પુરુષોની પાર્ટી છે કારણકે આ પાર્ટી ત્રણ તલાકના મુદ્દે મુસ્લિમ મહિલાઓનો સાથ નથી આપી રહી, શું આ પક્ષ ત્રણ તલાકના મુદ્દે મુસ્લિમ મહિલાઓનો સાથ નથી આપી રહી, શું આ પક્ષ આ મહિલાઓનું ભલુ નથી ઈચ્છતો. ત્યારબાદ એ સમાચાર આવ્યા હતા કે રાહુલ ગાંધી મહિલા અનામત લાવવાની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
