Congress presidential election: મલ્લિકાર્જૂન ખડગે અધ્યક્ષ પદ માટે ગુજરાતથી શરુ કરશે કેમ્પેઈન

મલ્લિકાર્જૂન ખડગે આજ ગુજરાતના પ્રવાસે છે. જ્યાંથી તેઓ પોતાના પક્ષ માટે કેમ્પેઈન શરુ કરવાના છે.

Congress presidential electionને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ઘણી અસમંજસ જોવા મળ્યો છે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે મુકાબલો છે. જ્યાં એક તરફ શશિ થરુર જોર-શોર સાથે પોતાના કેમ્પેઈનમાં લાગેલા છે. વળી, બીજી તરફ મલ્લિકાર્જૂન ખડગેએ અત્યાર સુધી પોતાનુ કેમ્પેઈન શરુ પણ નથી કર્યુ. મલ્લિકાર્જૂન ખડગે આજ ગુજરાતના પ્રવાસે છે. જ્યાંથી તેઓ પોતાના પક્ષ માટે કેમ્પેઈન શરુ કરવાના છે.

mallikarjun kharge

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખડગે આજે ગુજરાતથી પાર્ટીના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના અભિયાનની શરુઆત કરશે. તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને ગુજરાત કોંગ્રેસના પીસીસી કાર્યાલયનો પ્રવાસ કરશે. તે ઘણા કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન ખડગે અમદાવાદમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે.

મલ્લિકાર્જૂન ખડગે મુંબઈના તિલક ભવન સ્થિત મહારાષ્ટ્ર કોંગ્રેસ કાર્યાલયનો પણ પ્રવાસ કરશે. મીડિયા રિપોર્ટસની માનીએ તો મલ્લિકાર્જૂન ખડગે 14 ઓક્ટોબરે ભોપાલ જઈ શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સીનિયર કોંગ્રેસ નેતા મતદાન પહેલા પૂર્વ પ્રદેશ પ્રતિનિધિઓ પાસે સમર્થન માંગવા માટે 14 ઓક્ટોબરે ભોપાલ આવી શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના સ્થાને ક્યાંય બીજે આયોજિત કરવામાં આવશે.

17 ઓક્ટોબે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ ઘોષિત કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઈલેક્ટોરલ મંડળના 9000થી વદુ ડેલિગેટ મતદાન કરશે. રાહુલ ગાંધી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમની મા સોનિયા ગાંધી અધ્યક્ષ પદ પર નહિ રહે અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ચૂંટણી નહિ લડે. સાથે ગાંધી પરિવાર ચૂંટણીમાં કોઈ ઉમેદવારનો પક્ષ નહિ લે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X