'ભાજપ સત્તામાં આવશે તો મોદી PM બનશે ને!'

પાર્ટી પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું કે એ ભાજપનો આંતરિક મામલો છે કે તે કોને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવે, પરંતુ તેમની પાર્ટીમાંથી કોઇ પ્રધાનમંત્રી ત્યારે બનશે જ્યારે ભાજપને સંસદમાં બહુમત મળશે અને તેની સંભાવના દૂર-દૂર સુધી દેખાતી નથી.
ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ દાવો કર્યો છે કે સંગઠનના કાર્યકર્તાઓ અને દેશની જનતા બન્ને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે, તેથી આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાતના મુખ્યમંત્રીને પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ.
નવા અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે ઔપચારીક મુલાકાતના બીજા દિવસે સિન્હાએ અહીં મોદીની ભલામણ કરાત દાવો કર્યો કે મોદીને જો પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેનાથી 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થઇ શકે છે.












Click it and Unblock the Notifications
