For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને રમણ સિંહના વખાણ રામદેવને પડ્યા ભારે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: યોગ ગુરુ બાબા રામદેવને બીજેપીમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગુણગાન કરવા ભારે પડી ગયા. છત્તિસગઢના અલગ-અલગ વિસ્તારોમાં યોગ શિબિરનું આયોજન કરીને મુખ્યમંત્રી રમણ સિંહ અને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરનારા બાબા રામદેવ પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે, અને તેમનો રાજકીય અતિથિ તરીકેનો દર્જો સમાપ્ત કરી દીધો. ચૂંટણી પંચે બાબા રામદેવની રેલિયોની વીડિયોગ્રાફી કરાવવાના પણ આદેશ આપી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સ્વાભિમાન મંચે યોગ ગુરુ રામદેવ પર રાજ્ય અતિથિ બનીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. મંચના મહાસચિવ મહેશ દેવાંગને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ કુજુરને મળીને આ અંગેની લેખિતમાં ફરિયાદ કરી. આ અંગેની જાણકારી દેવાંગને બાદમાં પત્રકારોને આપી.

baba ramdev
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બાબા રામદેવ યોગ શિબિરના બહાને ડો. રમન સિંહને સૌથી સારા મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીને સૌથી સારા વડાપ્રધાન હોવાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અન્ય રાજનૈતિક દળો સામે તેઓ આરોપ લગાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે રામદેવનું રાજ્ય અતિથિનું પદ તાત્કાલિક પાછું લેવાવું જોઇએ. ચૂંટણી પંચે બાબા રામદેવની સામે આ ફરિયાદ પર સંજ્ઞાન લઇને રાજકીય મહેમાનનો હોદ્દો સમાપ્ત કરી દીધો છે.

English summary
Opposition Congress and Chhattisgarh Swabhiman Manch, a regional party, lodged a complaint with the Election Commission on Monday demanding action against Yoga Guru Ramdev for his alleged violation of the Model Code of Conduct in the poll-bound state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X