Haryana Elections 2024: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. જ્યાં રેસલર્સ ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
આ વચ્ચે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિનેશ ફોગાટ ઉપરાંત પાર્ટીએ 31 ઉમેદવારોને યાદીમાં સામેલ કર્યા છે.
આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાનું નામ પણ આ યાદીમાં છે, જેમને પાર્ટીએ ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને લાંબા મંથન બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલી યાદીમાં મહિલા રેસલર વિનેશ ફોગટને તક આપી હતી.
કોંગ્રેસ પાર્ટીએ ફોગટને જુલાનાથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પાર્ટીએ મેવા સિંહને લાડવાથી સીએમ નાયબ સૈની સામે તક આપી છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ ઉદયભાનને હોડલમાંથી ટિકિટ મળી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ
- 5 સપ્ટેમ્બર 2024 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે
- નામાંકન - 12 સપ્ટેમ્બર 2024
- છટણી - 13 સપ્ટેમ્બર 2024
- નામાંકન પાછું ખેંચવું -16 સપ્ટેમ્બર 2024
- મતદાન - 5 ઓક્ટોબર 2024
- મત ગણતરી - 8 ઓક્ટોબર 2024
હરિયાણામાં કોની પાસે કેટલી સીટો છે?
- ભાજપ - 40
- કોંગ્રેસ - 31
- જેજેપી - 10
- અપક્ષ - 7
- આઈએનએલડી - 1
- HLP - 1
- (વિધાનસભા ચૂંટણી 2019ની સ્થિતિ)
હરિયાણામાં કુલ મતદારો
- હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો છે, જેના પર કુલ મતદાતા 2 કરોડ 2 લાખ 24 હજાર 958 છે.
- હરિયાણામાં પુરૂષ મતદારો 1 કરોડ 7 લાખ 11 હજાર 926 અને મહિલા મતદારો 95 લાખ 13 હજાર 32 છે.
- હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાની બાદશાહપુર સીટ પર સૌથી વધુ અને નારનૌલમાં સૌથી ઓછા મતદારો છે.
- 2024ની વિધાનસભા ચૂંટણીમાં 5 લાખ 1 હજાર 682 યુવાનો પ્રથમ વખત મતદાન કરશે.
- લોકસભા ચૂંટણી 2024 બાદ હરિયાણાની તમામ 90 બેઠકો પર 37 મતદારોનો વધારો થયો છે.
#HaryanaPolls2024 | Congress releases its first list of candidates for the upcoming Haryana Assembly elections.
— ANI (@ANI) September 6, 2024
Vinesh Phogat to contest from Julana, and Bhupinder Singh Hooda from Garhi Sampla-Kiloi pic.twitter.com/0GJzcEBvla
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
