કોંગ્રેસનો દાવો, મોદીના હવાલા ઓપરેટર-અંડરવર્લ્ડ સાથે સંબંધ!
નવી દિલ્હી, 28 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી વિરોધીઓ તેમની પર ચોતરફથી પ્રહારો કરી રહ્યા છે. મોદીએ કોંગ્રેસી નેતા અહમદ પટેલ પર હવાલા રેકેટમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો તો કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરવામાં વાર નથી કરી. પાર્ટીએ મોદી પર હવાલા ઓપરેટરની સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે સુરત-અમદાવાદના પ્રવર્તન નિર્દેશાલયના હવાલા ઓપરેટર અફરોજના ઘરે દરોડા મારીને 700 કરોડના હવાલા કારોબારનો ભાંડાફોડ કર્યો. કોંગ્રેસે દાવો કર્યો છે કે અફરોઝ ભાજપ સમર્થક છે. કોંગ્રેસે અફરોઝની સાથે નરેન્દ્ર મોદીની તસવીર પણ જારી કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેને પગલે દરેક પાર્ટી અને નેતા એકબીજાની પર કાદવ ઉછાળવામાં લાગ્યા છે. મોદી પર લગાવવામાં આવેલા આ આરોપો અંગે હજી ભાજપ તરફથી કોઇ પ્રતિયા આવી નથી. પરંતુ ચૂંટણી પરિસ્થિતિને જોઇને એટલું ચોક્કસ અનુમાન લગાવી શકાય કે ભાજપ તરફથી પણ કંઇક જોરદાર જ પ્રહાર આવશે.












Click it and Unblock the Notifications
