કોંગ્રેસે વિકાસ દુબેનો જૂનો વીડિયો શેર કર્યો, તસવીરથી પૂછ્યું- ભાજપ સાથે શું કનેક્શન છે?

કોંગ્રેસે વિકાસ દુબેનો જૂનો વીડિયો શેર કર્યો, તસવીરથી પૂછ્યું- ભાજપ સાથે શું કનેક્શન છે?

નવી દિલ્હીઃ કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. વિકાસ દુબે ઠાર મરાયાના સમાચાર મળ્યાના તરત બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસે વિકાસ દુબેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. જેની સાથે જ એક તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં કેટલાય લોકો જોવા મળી રહ્યા છે, જેના પર લખ્યું છે, 'હવે જરા વિચારો વિકાસ દુબેનું ભાજપ સાથે શું કનેક્શન છે.' આ તસવીર સાથે જ કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું, 'વિકાસ દુબે ઠાર મરાયો. પરતુ તેના સહયોગી અને સત્તામાંં ધાક રાખનારા જય બાજપેયી, પ્રમોદ વિશ્વકર્મા અનેપોલીસ અધિકારીઓની પણ તેનું સામ્રાજ્ય ઉભું કરવામાં મોટી ભૂમિકા છે. શું તેની કોઇ પૂછપરછ થશે?'

જૂના વીડિયો પણ શેર કર્યા

જૂના વીડિયો પણ શેર કર્યા

આની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ અન્ય એક ટ્વીટમાં વિકાસ દુબેના જૂના વીડિયો પણ શેર કર્યા છે. આ વીડિયો વર્ષ 2017નો જણાવવામા આવી રહ્યો છે. આની સાથે જ કેપ્શનમાં લખ્યું છે, 'વિકાસ દુબેના 2017ના કબુલનામા વાળો વીડિયો જુઓ. કેટલાય ભાજપી નેતાઓના નામ લીધા. યૂપી સરકાર ફાઇલ બંધ કરવાના સવાલો પર તાળું લગાવવાના મૂડમાં છે. પરંતુ સવાલ એ છે કે સત્તા પક્ષમાંથી વિકાસને કોનું સંરક્ષણ હતું?'

વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી

જણાવી દઇએ કે શુક્રવારે સવારે કાનપુર લઇ જતી વખતે એસટીએફના કાફલાનો અકસ્માત થયો હતો. આ દરમિયાન વિકાસ દુબેએ એસટીએફના સ્ટાફની પિસ્તોલ છીનવી ભાગવાની કોશિશ કરી, દરમિયાન પોલીસ ફાયરિંગમાં વિકાસ દુબે ઠાર મરાયો. પોલીસે સત્તાવાર રીતે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

ઉજ્જૈનથી ધરપકડ થઇ હતી

પોલીસની આંખોમાં ધૂળ નાખી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે મધ્ય પ્રદેશ ભાગી ગયો હતો. જ્યાં ઉજ્જૈનમાં જઇ વિકાસ દુબેએ આત્મસમર્પણ કર્યું હતું. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ગાડીમાં તેને ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવી રહ્યો હતો દરમિયાન તેજ વરસાદમાં ઓવર સ્પીડમાં જઇ રહેલી એસટીએફની ગાડીનો અકસ્માત થયો હતો. બાદમાં કથિત રીતે વિકાસ દુબેએ ભાગવાની કશિશ કરતાં ઠાર મરાયો.

પોલીસ કેટલાય દિવસથી તલાશ કરી રહી હતી

પોલીસ કેટલાય દિવસથી તલાશ કરી રહી હતી

પોલીસ કેટલાય દિવસથી આ કુખ્યાત આરોપીની તલાશ કરી રહી હતી. એક દિવસ પહેલા જ વિકાસ દુબે જ્યારે ઉજ્જૈનના મહાકાળ મંદિર જઇ રહ્યો હતો, ત્યારે તેને એક સુરક્ષાકર્મીએ ઓળખી લીધો. જે બાદ તેની સૂચના પોલીસને આપવામાં આવી, જે બાદ પોલીસે તેને પકડી લીધો હતો. જણાવી દઇએ કે કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિકરુ ગામમાં કુખ્યાત અપરાધી વિકાસ દુબે અને તેના સાથીઓ સાથેની અથડામણમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થઇ ગયા હતા. ત્યારથી પોલીસ તેની તલાશ કરી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X