હાલત ખરાબઃ લોકસભા ચૂંટણીમાં થશે કોંગ્રેસના ડબ્બા ડૂલ

નવી દિલ્હી, 3 જાન્યુઆરીઃ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના દંશ સહી રહેલી કોંગ્રેસ સરકારે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કરારી હારનો સ્વાદ ચાખ્યો છે, જેના કારણે કોંગ્રેસની આખી ટીમ અંદરથી હલી ગઇ છે. પાર્ટીની અંદર ઘમાસાન મચ્યુ છે, આ વચ્ચે આંતરિક સર્વેના અહેવાલ કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીના આલા કમાનની ઉંઘ ઉડાવી દીધી છે.

upa-manmohan-sonia-rahul
રાજસ્થાન પત્રિકામાં છપાયેલા અહેવાલ અનુસાર કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના કારમા પરાજય બાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વે કરાવ્યો હતો, જેથી તેઓ જાણી શકે કે પાર્ટીને લઇને લોકોના દિલમાં કેવી ભાવનાઓ છે. સર્વેના પરિણામ ઘણાં જ નિરાશાજનક આવ્યા. પત્રિકા અનુસાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ઘણી ખરાબ રહેશે. તેના માત્ર 70-75 બેઠકોથી જ સંતોષ મળશે અને જેના કારણે તે સત્તાથી દૂર જ નહીં પરંતુ ઘણી દૂર જોવા મળશે.

સૌથી વધુ નુક્સાન તેને હિન્દી ભાષી પ્રદેશો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢમાં થશે, જેના કારણે લોકસભા ચૂંટણીનું તેનુ આખું ગણીત બગડી જશે. કોંગ્રેસ હાલ રાહુલ ગાંધીને આગળ કરીને ચૂંટણી લડવાની તૈયારીમાં છે, પરંતુ પાર્ટીની હાલત બધા રાજ્યોમાં ઘણી જ ખરાબ હોવાના કારણે, હારની જવાબદારી રાહુલ ગાંધી પર થોપી દેવામાં આવશે. જે કોઇપણ ભોગે કોંગ્રેસના આલાકમાન ઇચ્છતા નથી, જે તેમની પાર્ટીની સૌથી મોટી ચિંતા છે.

એટલું જ નહીં, સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસની મુશ્કેલી માત્ર મોદી જ નહીં પરંતુ દિલ્હીમાં આવેલી નવી સરકાર ‘આપ'થી પણ છે. આ સર્વે અહેવાલથી કોંગ્રેસ પાર્ટી આખી હલી ગઇ છે, તેથી હવે ચાર મહિનામાં વધુમાં વધુ એ વાતને મહત્વ આપવામાં આવશે, જે આમ જનતા સાથે જોડાયેલી હોય, પરંતુ દસ વર્ષમાં જે નથી થઇ શક્યુ તે ચાર મહિનામાં કેવી રીતે થઇ શકશે? જો આ સર્વે અહેવાલ સાચો છે તો ખરેખર લોકસભા ચૂંટણી પરિણામ કોંગ્રેસના ડબ્બા ડૂલ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X