For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂઓ, અણ્ણા હજારેનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 22 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ છેડીને આખા દેશ જગાવનારા અણ્ણા હજારે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે બે-ચાર પત્રોનું આદાન-પ્રદાન શું થયું, લોકપાલ બિલ પર અણ્ણાની સહમતિ શું થઇ, કોંગ્રેસે અણ્ણાને પોતાની સંપત્તિ માની લીધી, અથવા તો એમ કહીંએ કે કોંગ્રેસને લાગવા માંડ્યું છે કે, હવે અણ્ણા હજારે પાર્ટીના દરેક મામલા સાથે છે. આ કોંગ્રેસની ભૂલ છે, અથવા વિશ્વાસ, પરંતુ સાચું તો એ છે કે હવે કોંગ્રેસ અણ્ણાનો ઉપયોગ કરી રહી છે.

anna-hazare-in-congress-poster
સૌથી પહેલા વાત કરીએ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની. લોકપાલ બિલ પાસ થયા બાદ તુંરત મીડિયા સાતે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે કહ્યં કે તેમની સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત જોવાનો સંકલ્પ લઇ ચૂકી છે અને આ વિચાર સાતે લોકપાલ બિલ પાસ કરવામાં આવશે. બન્નેએ અણ્મા હઝારેનો આભાર માન્યો. ત્યારબાદ કોંગ્રેસી કાર્યકર્તાઓએ અણ્ણાને પોતાની સંપત્તિ માની લીધા. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં સ્થળે સ્થળે પોસ્ટર લાગ્યા છે, જેમાં રાહુલ અને સોનિયા સાથે અણ્ણાને દર્શાવવામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસ જનતાને એવું કહેવાનો પ્રયાસ કરી રહી છે કે, અણ્ણા હવે તેમની સાથે છે.

કોંગ્રેસ શા માટે આવું કરી રહી છે?

કોંગ્રેસ આ બધુ એટલા માટે કરી રહી છે, જેથી લોકસભા ચૂંટણીમાં તે જનતાની સામે પોતાની નવી છબી સાથે જઇ શકે. કોંગ્રેસની યોજના હેઠળ વાત જો ભ્રષ્ટાચારની આવશે તો સૌથી પહેલા કોંગ્રેસી નેતા એમ જ કહેશે કે જેવું ભ્રષ્ટાચાર અંગે ખબર પડી, અમે મોટી-મોટી કમિટીઓ રચીને તપાસ કરાવી અને દોષિઓને જેલ પહોંચાડ્યા. આગળ ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે અમે સશક્ત લોકપાલ બિલ લાવ્યા અને હવે તો લોકપાલ બિલથી અણ્ણા હઝારે જેવી હસ્તી પણ સહમત છે.

શું કરશે અણ્ણા?
તમને યાદ હશે કે આમ આદમી પાર્ટીની રચના બાદ જ્યારે ‘આપ'ના કેટલાક પોસ્ટર્સ પર અણ્ણા હજારે જોવા મળ્યા, તો અણ્ણાએ કેજરીવાલને આકરા શબ્દોમાં કહ્યું કે, હું કોઇ રાજકીય દળની સાથે નથી, મારા પોસ્ટરનો ઉપયોગ આમ આદમી પાર્ટી માટે કરવામાં ના આવે. ત્યારે કેજરીવાલને ઘણું દુઃખ પહોંચ્યુ હતુ. હવે વારો કોંગ્રેસનો છે. પ્રશ્ન એ ઉઠે છે કે શું અણ્ણા કોંગ્રેસને પણ આકરા શબ્દોમાં કહેશે કે પછી, પત્ર લખીને કહેશે, પ્રિય રાહુલ ગાંધી જી....!

English summary
Lokpal Bill has now brings Anna Hazare inside the Congress Party. The posters of Congress all over Maharashtra are giving this message.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X