મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 150 સીટ મળશેઃ રાહુલ ગાંધી
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ને પગલે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, અને 15 નવેમ્બરની સાંજે ચૂંટણી પ્રચાર થંભી જશે. ત્યાંથી કોંગ્રેસના ઘણા નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પોતાની તાકાત બતાવતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદિશાના પ્રવાસે હતા, જ્યાં તેમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જંગી જીતનો દાવો કર્યો હતો. તેમજ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં 145થી 150 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું
વિદિશામાં જનસભાને સંબોધિત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં મેં ઘણા પ્રવાસ કર્યા. હું 100 ટકા કહી શકું છું કે, અહીં કોંગ્રેસ પાર્ટીનું તોફાન આવશે. મધ્ય પ્રદેશની જનતા કોંગ્રેસ પાર્ટીને 145થી 150 સીટ સુધી લઈ જશે, અને તેનું સૌથી પહેલું કારણ છે, 5 વર્ષ પહેલાં તમે બધાએ કોંગ્રેસ પાર્ટીની સરકાર ચૂંટી હતી, ભાજપની સરકાર નહોતી ચૂંટાઈ, મધ્ય પ્રદેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી જીતાડી હતી, અને પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણે મળીને ધારાસભ્યો ખરીદીને મધ્ય પ્રદેશમાં સત્તા પરિવર્તન કરી હતી.












Click it and Unblock the Notifications
