બેની પ્રસાદ જેવા નેતા એક દિવસ કોંગ્રેસનો અંતિમ સંસ્કાર કરી દેશે: સપા

beni-prasad-verma
લખનઉ, 31 માર્ચ: સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે બેની પ્રસાદ રોજ સમાજવાદી પાર્ટી અને નેતાજી (મુલાયમ સિંહ યાદવ) પ્રત્યે અશાલીન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિચારે છે તેમની હાઇકમાન્ડ ખુશ થશે. પ્રવક્તાએ કહ્યું હતું કે જે મુલાયમ સિંહ યાદવનું ના થયું તે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાથે કેટલા દિવસ વિતાવશે. પાર્ટી પ્રવક્તાએ કહ્યું હતું કે બેની પ્રસાદના રાજકીય કદ વિશે બધા જાણે છે.

તેમનો કોઇ આધાર નથી. વિધાનસભાની ચુંટણીમાં તેમનો પુત્ર પાંચમા સ્થાને હતો અને જમાનત જપ્ત થઇ ગઇ હતી. હવે લોકસભાની ચુંટણીમાં તેમની જમાનત બચવાની નથી. બેની પ્રસાદના પલટવારમાં સપા પ્રવક્તાએ કહ્યું હતું કે બેની પ્રસાદ જેવા નેતા રહશે તો કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં યુપીમાંથી 4-5 સીટથી વધુ મેળવી શકશે નહી.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આંખો ત્યારે ખુલશે જ્યારે આ કેન્દ્રીય મંત્રી તેમને દગો આપશે. કોંગ્રેસે આ બોલકા અને કુંઠાના શિકાર મંત્રીને નહી હટાવે તો કોંગ્રેસને લઇ ડૂબશે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે બેની પ્રસાદનો ઇતિહાસ સંદિગ્ધ થતો જાય છે. શરૂઆતમાં તે રાષ્ટ્રીય સ્વંય સેવક (આરએસએસ)ની શાખામાં જતા હતા અને સંઘ પ્રચારકોના પગે પડતા હત. સમાજવાદી નેતા રામસેવક યાદવે પણ બેની પ્રસાદને પોતાના સંરક્ષણમાં લીધા હતા. પછી મુલાયમ સિંહ યાદવના નેતૃત્વમાં બેની પ્રસાદને કદ અને પદ મળ્યું પરંતુ બેની પ્રસાદે તેમને પણ દગો આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X