‘હગ ડે' પર કોંગ્રેસે કર્યો કટાક્ષ, શેર કર્યો સંસદમાં રાહુલનો ગળે મળતો વીડિયો

મંગળવારે હગ ડેના દિવસે કોંગ્રેસે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભારતીય જનતા પાર્ટીને શુભાકામના આપી છે.

ગયા વર્ષે જૂલાઈમાં ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વળી, આ ઘટના પર ઘણા મીમ્સ પણ બન્યા હતા. એવામાં મંગળવારે હગ ડેના દિવસે કોંગ્રેસે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભારતીય જનતા પાર્ટીને શુભાકામના આપી છે. આ વીડિયોમાં ચોમાસા સત્ર દરમિયાન રાહુલ ગાંધી અચાનક વાત કરતા પોતાની સીટ પરથી ઉઠીને પીએમ મોદી પાસે જાય છે અને તેમને ગળે મળે છે.

કોંગ્રેસે ભાજપને આપ્યો આ સંદેશ

કોંગ્રેસે ભાજપને આપ્યો આ સંદેશ

કોંગ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે - કોંગ્રેસ તરફથી ભાજપને આજનો સાધારણ સંદેશ - ગળે મળો, નફરત ના કરો #HugDay. આ વીડિયોને 53 હજારથી વધુ લાઈક મળી ચૂક્યા છે. આ ઉપરાંત લોકો આના પર જબરદસ્ત કમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ રાહુલની આ એક્ટિવિટીની પ્રશંસા કરી રહ્યા છે તો કોઈ મજાક ઉડાવી રહ્યા છે.

અચાનક મોદીને ગળે લગાવીને રાહુલે ચોંકાવ્યા હતા સૌને

વાસ્તવમાં ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં એનડે અને વિપક્ષ વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી સંસદમાં ચાલીને પીએમ મોદીની ખુરશી સુધી પહોંચ્યા અને તેમને ગળે મળ્યા. રાહુલ ગાંધઈના આ પગલાંથી ઘણા નેતા ચોંકી ગયા હતા. રાહુલ ઘણી વાર કહેતા રહે છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી નફરત નથી કરતા પરંતુ તેમનાથી પ્રેમ કરે છે. તે કહે છે કે અમે એકબીજાથી અસંમત હોઈ શકીએ છીએ પરંતુ હું તેમને નફરત નથી કરતો.

રાહુલ-મોદીના આ વીડિયો પર બન્યા હતા મીમ્સ

રાહુલ-મોદીના આ વીડિયો પર બન્યા હતા મીમ્સ

રાહુલ ગાંધીએ જ્યારે અચાનક સીટ પરથી ઉઠીને પીએમ મોદીને ગળે લગાવી દીધા હતા તો આનો વીડિયો ખૂબ ચર્ચામાં આવી ગયો હતો. લોકો આના પર મીમ્સ બનાવી રહ્યા હતા કે રાહુલે પીએમને ગળે લગાવવાના બહાને તેમના કાનમાં જોક સંભળાવ્યો તો કોઈ કંઈક બીજુ કહી રહ્યુ હતુ. બધા મીમ્સ એટલા ફની હતા કે ખૂબ વાયરલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X