રાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો
રાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની રચના કરી ભાજપ હવે પોતાના આગલા મિશનની તૈયારીમાં લાગી ગયું છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપની નજર મુખ્ય રીતે દિલ્હી અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે મુકાબલા માટે પાર્ટીએ અત્યારથી જ પોતાની રણનીતિ બનાવવી શરૂ કરી દીધી છે. જો કે વિધાનસભા ચૂ્ંટણીની આ તૈયારીઓ વચ્ચે ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. રાજસ્થાનમાં થયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરતા ભાજપને માત્ર 5 સીટમાં જ સમેટી દીધું છે.

8 સીટ પર કોંગ્રેસની જીત
લોકસભા ચૂંટણી બાદ રાજસ્થાનમાં 10 જિલ્લાની સ્થાનિક પેટાચૂંટણી થઈ હતી, જેના પરિણામ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યાં. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરતા આ 16 વોર્ડમાંથી 8 સીટ પર જીત હાંસલ કરી છે. જ્યારે રાજસ્થાનની તમામ લોકસભા સીટ જીતનાર ભાજપ માત્ર 5 સીટ પર જ જીત હાંસલ કરી શક્યું. 3 સીટ પર અપક્ષ ઉમેદવાર ચૂંટાયા છે. રાજસ્થાનના અલવર, ભરતપુ, ભીલવાડા, બૂંદી, ચુરુ, ધૌલપુર, હનુમાનગઢ, જયપુર, કરૌલી અને શ્રીગંગાનગરમાં ગત 10 જૂનના રોજ 16 વોર્ડ માટે મતદાન થયું હતું, જેનું પરિણામ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું.

કોંગ્રેસે કઈ-કઈ સીટ જીતી
રાજસ્થાન રાજ્ય ચૂંટણી પંચ તરફથી ઘોષિત કરવામાં આવેલ પરિણામ મુજબ કોર્પોરેશનની આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ખૈરથલ, બહરોડ, જહજપુર, ઈંદરગઢ, સુજાનગઢ, નોહર, શાહપુર અને હિંડૌનમાં એક સીટ હાંસલ કરી છે. જ્યારે ભાજપે વીર, છપાર, બારી અને ટોડાભીમ સિવાય હિંડૌનમાં એક સીટ જીતી છે. ચૂંટણી પરિણામ મુજબ હનુમાનગઢ જિલ્લાના રાવતસરથી બે અપક્ષ ઉમેદવાર જીત્યા છે, જ્યારે ત્રીજા ઉમેદવાર શ્રીગંગાનગર જિલ્લાના ગજસિંપુરથી જીત્યા છે. જણાવી દઈએ કે લોકસબા ચૂંટણીમાં મળેલ હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું. એવામાં કોર્પોરેશનની ચૂંટણી જીતી કોંગ્રેસે થોડી રાહતનો અનુભવી છે.

કોંગ્રેસમાં ઘમાસાણ
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મળેલ હાર બાદ ભાજપે જબરદસ્ત વાપસી કરતા લોકસભા ચૂંટણીમાં પ્રદેશની તમામ 25 સીટ પર જીત નોંધાવી છે. ભાજપે ન માત્ર તમામ સીટ પર જીત હાંસલ કરી છે, બલકે તેના ઉમેદવારનો વોટ શેર પણ ગત ચૂંટણીની(54.08%) સરખામણીએ આ ચૂંટણીમાં (60.5) વધ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદનથી હલચલ મચી
જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોતના સમર્થક એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલાથી જ આ વાત કહી ચૂક્યા છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પોતાના દીકરાને પાર્ટીથી ઉપર રાખ્યો. જો કે અશોક ગેહલોતે ઈન્ટર્વ્યૂ દરમિયાન સ્પષ્ટ રૂપે કહી દીધું કે રાજસ્થાનમાં નુકસાનની જવાબદારી સંગઠન અને સરકાર બંનેની છે. જે બાદ કોંગ્રેસના બે મોટા અને સચિન પાયલટના ખેમાના બે નેતાઓએ અશોક ગેહલોત પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચચે કોઈપણ પ્રકારનો મતભેદ હોવાનો ઈનકાર કરી દીધો હતો.












Click it and Unblock the Notifications
