
પંજાબ સહિત પાંચે રાજ્યોમાં કોંગ્રેસ પાછળ, દિલ્લીમાં ઈવીએમ પર નેતાઓએ કાઢ્યો ગુસ્સો
નવી દિલ્લીઃ આજે એટલે કે 10 માર્ચે પાંચે રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવવાના છે જેના માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. વલણો મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં કોંગ્રેસ પાછળ છે. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઈવીએમ સામે રસ્તા પર ઉતરી ગયા છે. વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ રહેવા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્લીમાં પાર્ટી કાર્યાલયની બહાર ઈવીએમનો વિરોધ કર્યો. ચૂંટણી પંચના લેટેસ્ટ અધિકૃત વલણો મુજબ પાર્ટી બધા રાજ્યોમાં પાછળ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી એક વાર ફરીથી ઈવીએમના મુદ્દાને લઈને વિપક્ષ સરકાર અને ચૂંટણી પંચ પર નિશાન સાધી રહી છે. 7 ફેબ્રુઆરીએ ચૂંટણી ખતમ થયા બાદ એક્ઝીટ પોલ જાહેર કરવામાં આવ્યા. જેમાં સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કારમી હાર મળી રહી હતી. વળી, કોંગ્રેસથી પંજાબની સત્તા છીનવાતી દેખાઈ ત્યારબાદ અખિલેશ યાદવે જોરદાર નિશાન સાધ્યુ હતુ.