For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનો રોડ શો પર કોંગ્રેસે કર્યો દિલ્હીમાં વિરોધ

નરેન્દ્ર મોદીના રોડ શોના વિરોધમાં દિલ્હીમાં રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ચૂંટણી પંચ વિરુદ્ધ મોર્ચો નીકાળ્યો. જાણો આ અંગે વિગતવાર અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને અંતિમ ચરણના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કથિત રોડ શો કરવા મામલે કોંગ્રેસ દિલ્હીમાં વિરોધ કર્યો છે. ચૂંટણી આયોગ પર પીએમઓના દબાવમાં કામ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તે પછી કોંગ્રેસી કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ નીકાળી વિરોધ કર્યો હતો. તે પછી અહીં ચાંપતો પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. વધુમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તીખી ઝડપ પણ થઇ હતી. અને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટક પણ કરી હતી.

Election

તો બીજી તરફ ચૂંટણી પંચમાં ભાજપની પ્રતિનિધિમંડળ પોતાનો પક્ષ રાખવા પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના રાણીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું હતું. જે બાદ હાજર જનતાનું અભિવાદન જીલતા, કારમાં બહાર ઊભા રહીને પીએમ મોદી ત્યાંથી પસાર થયા. આ મામલે કોંગ્રેસે જણાવ્યું કે મતદાન કેન્દ્રની બહાર પીએમ મોદીનો આ રોડ શો ચૂંટણીની આચાર સંહિતાના નિયમોનો ભંગ છે. ત્યારે ભાજપ દ્વારા રાહુલના ઇન્ટરવ્યૂ મામલે આચાર સંહિતાની ફરિયાદ નોંધવામાં આવ્યા પછી હવે રોડ શોનો મુદ્દો મોટું સ્વરૂપ લઇ રહ્યો છે.

English summary
Congress workers marching to Election Commission in protest over PM Modi roadshow after casting his vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X