કોંગ્રેસ પોતાને હરાવવા માટે જ કામ કરે છે: બેની પ્રસાદ

સ્ટીલમંત્રી બેની પ્રસાદ વર્માએ પોતાના આવાસ પર આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગત વર્ષે પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફક્ત તનતોડ મહેનત કરી હતી પરંતુ પ્રદેશમાં કોંગ્રેસનું વાતાવરણ પણ ઉભું કર્યું હતું. પરંતુ કોંગ્રેસના કેટલાક લોકોએ જ તેમના પ્રયત્નો પર પાણી ફેરવી વાળ્યું.
તેમને કહ્યું હતું કે જે રીતે વિધાનસભાની ચુંટણીમાં બટાલા હાઉસ કાંદ અને અનામતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેનાથી કોંગ્રેસની ફજેતી થઇ અને વિપક્ષને તેનો લાભ લીધો. બેની પ્રસાદ વર્માને પૂછવામાં આવ્યું હતું કે અનામત અને બટાલા કાંડનો મુદ્દો કેટલાક કોંગ્રેસી નેતાઓની ભૂલ હતી તો તેમને કહ્યું હતું કે આ ભૂલ નહી પણ કાવતરું હતું કારણ કે સંવિધાનમાં ધર્મના આધારે અનામતની કોઇ વ્યવસ્થા નથી.
કોંગ્રેસને નબળી કરનાર 'કેટલાક કોંગ્રેસી નેતાઓ'ના નામ પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે આ બાબત મને ના પૂછશો તમે લોકો સારી રીતે જાણો છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
