ગ્રામ્ય વિસ્તાર સાથેનું જોડાણ શા માટે મહત્વપૂર્ણ છે?

By: Nitin Mehta & Pranav Gupta
Subscribe to Oneindia News

ગ્રામીણ અર્થતંત્ર માટે રોડ નિર્માણ અત્યંત જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોમાં સારા રોડનું નિર્માણ થાય તો ગામડાઓ સાથેનું જોડાણ તો સરળ બનશે જ, સાથે જ ગ્રામજનોની આજીવિકાની તકમાં પણ વૃદ્ધિ થાય છે.

દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોને રોડ કનેક્ટિવિટી મળી રહે એ હેતુથી ડિસેમ્બર, 2000માં વાજપાયી સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડકયોજના બહાર પાડવામાં આવી હતી. છેલ્લા 17 વર્ષોમાં ગ્રામજનોનું જીવન બદલવામાં અને ગામડાઓને પાકા રસ્તાઓ સાથે જોડવામાં આ યોજનાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

rural india

આ યોજના સ્વરૂપે વાયજપાયી સરકાર દ્વારા જે પાયો નાંખવામાં આવ્યો હતો, તેને યૂપીએ સરકાર 1 દ્વારા ખૂબ સારી રીતે આગળ વધારવામાં આવ્યો. જો કે, યૂપીએ સરકાર 2 આ યોજના સાથે પૂરતો ન્યાય ન કરી શકી. મે, 2014માં જ્યારે મોદી સરકારની સત્તા આવી ત્યારે તેમની સામે આ યોજનામાં જીવ રેડવાનો મોટો પડકાર હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રક્રિયાને જીવંત કરવામાં તથા યોજનાને ગયેલ ખોટની પૂર્તી કરવાનો પડકાર મોદી સરકાર સામે હતો. આ લેખમાં આપણે સરકારે આ યોજનામાં કરેલ સુધારા અને પ્રગતિનો તાગ મેળવીશું.

ગ્રામ્ય વિસ્તારમાં રોડનું મહત્વ

આજે પણ દેશની 70 ટકા વસતી ગ્રામીણ વિસ્તારમાં વસે છે. સરકાર પાસે ગ્રામ્ય વિસ્તારમાં આજીવિકા વધારવાનો તથા આરોગ્ય અને શિક્ષણની મૂળભૂત સેવાઓ પૂરી પાડવાનો મોટો પડકાર છે.

પ્રત્યક્ષ રીતે જોતાં સારા અને પાકા રસ્તાઓથી આ સમસ્યાઓનું સીધું નિવારણ નહીં મળે, પરંતુ પરોક્ષ રીતે પાકા રસ્તાઓ આ સમસ્યાઓના ઉકેલમાં મોટો ફાળો આપે છે. ઉ.દા. પાકા રસ્તાઓને કારણે યાત્રાનો સમય ઓછો થાય છે, શહેરી વિસ્તારોમાં સાથેનું જોડાણ સરળ બને છે અને આજીવિકાની તકોમાં વધારો થાય છે. શિક્ષણની વાત કરીએ તો પાકા રસ્તાને કારણે વિદ્યાર્થીઓને ઊંચા અભ્યાસ માટે કરવી પડતી યાત્રામાં સરળતાથી અને ઓછા સમયમાં કરી શકાય છે.

પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનામાં પ્રગતિ

સર્વે અનુસાર યૂપીએ સરકાર 1ના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં સારી પ્રગતિ થઇ હતી તથા એ વર્ષો દરમિયાન રોડ નિર્માણના વાર્ષિક દરો ખૂબ વધારે હતા. યૂપીએ સરકાર 2ના શરૂઆતના વર્ષો ખાસા વખાણવાલાયક રહ્યા હતા, પરંતુ થોડા વર્ષો બાદ રોડ નિર્માણનું કામ ધીરું પડ્યું હતું. વર્ષ 2008-09થી વર્ષ 2010-11ના ત્રણ વર્ષના સમયગાળામાં રોડ નિર્માણના દૈનિક સરેરાશ હતો 143.96 કિમી. જ્યારે વર્ષ 2012-12 અને 2013-14માં તે ઘટીને 73.49 કિમી.

મોદી સરકાર હેઠળ યોજનામાં પ્રગતિ

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, આ આંકડો 36 કિમી દૈનિક સરેરાશના હિસાબે વધીને 109.7 કિમી થયો છે. વર્ષ 2016-17માં આ દર વધીને 129.7 કિમી થયો છે.

સારાંશ

એનડીએ સરકાર પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનાની પુનઃસ્થાપનામાં અને રોડ નિર્માણનું કામ ફરી શરૂ કરવામાં સફળતા મેળવી છે કે કેમ, એ અંગે નાનકડી શંકા છે. સરકારે હવે રોજ નિર્માણની આ પ્રગતિ જાળવી રાખી તેના સરેરાશ દૈનિક દરમાં વધારો કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. આ માટે સરકારે ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાઓમાં રહેલ બાધાઓ દૂર કરવાની જરૂર છે. ઇનામ પ્રો જેવી નવીનતમ યોજનાઓ આવી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવામાં અને પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.

(આ લેખના લેખક નીતિન મહેતા રણનીતિ કન્સલટિંગ એન્ડ રિસર્ચના મેનેજિંગ પાર્ટનર છે તથા પ્રણવ ગુપ્તા સ્વતંત્ર સંશોધક છે.)

English summary
Roads are extremely important for the rural economy. Well constructed rural roads not only improve the connectivity of the village but also also augment livelihood opportunities for the villagers.
Please Wait while comments are loading...