મુંબઈ પર હુમલાનું છડયંત્ર? રાયગઢ બીચ પર AK 47 અને કારતુસ સાથે બોટ મળી, બોટ વિદેશી હોવાનો દાવો!
મહારાષ્ટ્રના રાયગઢમાં દરિયા કિનારેથી મળી આવેલી શંકાસ્પદ બોટ અંગે જે માહિતી સામે આવી રહી છે તે એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે.
મુંબઈ : મહારાષ્ટ્રના રાયગઢમાં દરિયા કિનારેથી મળી આવેલી શંકાસ્પદ બોટ અંગે જે માહિતી સામે આવી રહી છે તે એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર 26/11ની જેમ દેશને હચમચાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ગુરુવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને ભાદરખોલના દરિયા કિનારેથી બે શંકાસ્પદ બોટ મળી આવી હતી. પોલીસને તેમાંથી એકે-47 પણ મળી આવી છે. સાથે જ આ બંને બોટ વિદેશી હોવાની માહિતી પણ સામે આવી છે.

શંકાસ્પદ બોટ
આ અંગે માહિતી આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે શંકાસ્પદ બોટ ઓસ્ટ્રેલિયન નાગરિકની છે. બોટનું એન્જીન દરિયા વચ્ચે તુટી ગયું હતું, ત્યારબાદ કોરિયન લાઈફ બોટની મદદથી તેમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. આ બોટ હરિહરેશ્વર બીચ પર પહોંચી હતી.

26/11નો આતંકવાદી હુમલો આ રીતે થયો હતો
તમને જણાવી દઈએ કે મુંબઈમાં 26/11નો હુમલો કરનારા આતંકવાદીઓ પણ આ જ રીતે બોટની મદદથી મુંબઈ પહોંચ્યા હતા અને દેશને હચમચાવી દેનાર હુમલો કર્યો હતો. ડેપ્યુટી સીએમએ વધુમાં જણાવ્યું હતું કે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને રાજ્યની એજન્સીઓ તેમના સંપર્કમાં છે.

ત્રણ એકે-47 મળી આવી
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બોટમાંથી ત્રણ એકે-47 મળી આવી છે. દરિયામાં ઊંચા મોજાંને કારણે અડધી તૂટેલી સ્થિતિમાં કોંકણ કિનારે પહોંચી છે. કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાં કંઈપણ હળવાશથી લેવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું કે ATSએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જરૂર પડ્યે વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવશે. ધારાધોરણો મુજબ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.
Raigad: Boat with arms, ammunition recovered from Harihareshwar Beach
— ANI Digital (@ani_digital) August 18, 2022
Read @ANI Story | https://t.co/4UDjs3An3R#Raigad #SuspiciousBoat #HarihareshwarBoat pic.twitter.com/i2rECRCMsH
આ સવાલાો હજુ વણઉકેલ્યા
શંકાસ્પદ બોટ મળી આવ્યા બાદ તેને સીલ કરીને સમગ્ર રાયગઢ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે. સૌથી મોટી ચિંતા આ સમયે બોટમાં સવાલ લોકોની છે. આ લોકો ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની કોઈ માહિતી નથી. આ સાથે એ પણ સ્પષ્ટ નથી થયું કે બોટમાંથી મળેલા હથિયાર સિવાય બીજું કયું હથિયાર હતું? જો બીજું કોઈ હથિયાર હતું તો તે કેટલું ઘાતક છે અને ક્યાં છે. એવું નથી ને કે બોટમાં સવાર લોકો આ હથિયાર સાથે પોતાના મિશન માટે રવાના થયા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?












Click it and Unblock the Notifications
