For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં બાંધકામ પર રોક લગાવાઈ, પ્રદૂષણ વધતા સરકાર એક્શનમાં

દિલ્હીમાં ફરી એક વખત પ્રદૂષણના આંકડા ટેન્શન વધારી રહ્યા છે. ગુરૂવારે દિલ્હીમાં એર ક્વોવિટી ઈન્ડેક્સ 306 નોંધાયો હતો. બુધવારે આ આંકડો 321 હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી સરકાર માટે પ્રદૂષણ માથાનો દુખાવો બની રહ્યુ છે. હવે ફરી એક વખત દિલ્હી આસપાસ પ્રદૂષણ વધતા પ્રતિબંધો લગાવવાની શરૂઆત થઈ છે. આ ક્રમમાં હવે દિલ્હી સરકારે બાંધકામ પર રોક લગાવી છે. સરકારે આ સંદર્ભે સંબંધિત અધિકારીઓને દિશા નિર્દેશો જારી કર્યા છે. જો કે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા બાંધકામ ચાલુ રહેશે.

Construction

દિલ્હીમાં ફરી એક વખત પ્રદૂષણના આંકડા ટેન્શન વધારી રહ્યા છે. ગુરૂવારે દિલ્હીમાં એર ક્વોવિટી ઈન્ડેક્સ 306 નોંધાયો હતો. બુધવારે આ આંકડો 321 હતો. દિલ્હી ઉપરાંત ફરિદાબાદમાં પણ પ્રદૂષણ વધારે છે. આ સિવાય બહાદુરગઢ, બલ્લભગઢ, ચરખી દાદરી, ગાઝિયાબાદ, ગ્રેટર નોઇડા, નોઇડા અને ગુરુગ્રામમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળી શ્રેણીમાં જોવા મળ્યો છે. હવે શિયાળો જામતા ધુમ્મસ વધવાની સંભાવના છે ત્યારે પ્રદૂષણ હજુ પણ વધી શકે છે.

આ પહેલા દિવાળીના તહેવાર દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણ રેકોર્ડ સ્તરે પહોંચ્યુ હતુ. ત્યારે દિલ્હીમાં પ્રદૂષણને લઈને શાળાઓ બંધ કરવાની નોબત આવી હતી. ત્યારે પણ બાંધકામને રોકી દેવાની ફરજ પડી હતી. આ સિવાય દિલ્હીમાં ડિઝલથી ચાલતા વાહનો પર પર પ્રતિબંધ લગાવાયો હતો.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં દિવાળી અને ત્યારબાદ કેટલાક મહિનાઓ સુધી હવાનું પ્રદૂષણ બહુ વધારે રહે છે. દિલ્હીના પ્રદૂષણ પાછળ ફટાકડા ઉપરાંત હરિયાણા અને પંજાબમાં ખેડૂતો દ્વારા જલાવવામાં આવતી પરાળી છે. દિલ્લી સરકાર પ્રદૂષણને નીપટવા સતત પ્રયાસ કરી રહી છે.

English summary
Construction stopped due to increasing pollution in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X