પોલીસે કહ્યું, એનિમેટેડ છે ધોનીનો વિવાદિત ફોટો
પોલીસે શનિવારે દિલ્હીની એક અદાલતમાં જણાવ્યુ હતુ કે એક મેગેઝીનમા એક એનીમેશન ફોટો બનાવવામાં આવ્યો હતો જેમા ભારતીય ક્રીકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીન હિન્દુ દેવતાના રૂપે હાથમાં બુટ લઇને દર્શાવવામાં આવ્યો હતો.
મહાનગર મેજીસ્ટ્રેટ મયુરી સિંહ સમક્ષ રજુ કરેલા એક રીપોર્ટમાં પોલીસએ જણાવ્યું કે આ કલાનો એક માત્ર નમુનો છે તથા ધોનીનો ધર્મનો અનાદર કરવાનો કોઇ હેતુ નથી.
અદાલતમા એક સામાજીક સંગઠન શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય મહાસચિવ રાજિંદર સિંહ રાજા દ્વારા દાખલ કરેલી એક અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજિંદરે પોતાની અરજીમા માંગણી કરી હતી કે હિંદૂ ધર્મ અને ભગવાનના અપમાનના આરોપમા ધોની, પ્રકાશક અને સંપાદકની સામે ફરીયાદ દાખલ કરવામાં આવે.













Click it and Unblock the Notifications
