• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘આપ’ની રાહમાં અવરોધ બની શકે છે આ ‘આમ આદમી’

|

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીએ પોતાની ઇમાનદાર અને સ્વચ્છ છબીને હથિયાર બનાવીને દિલ્હીમાં સત્તા હાસલ કરી લીધી છે. દિલ્હીની જીતથી ખુશ આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણી માટે જોર-શોરથી તૈયારી કરી રહી છે, પરંતુ એવું નથી કે અરવિંદ કેજરીવાલ પોતાની જે પાર્ટીના ગુણગાન કરતા રહે છે, તેની છબી નિર્વિવાદિત છે. પાર્ટીના અનેક મહત્વના નેતા પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે. પોતાની નિવેદનબાજી, પૂરાવાઓ સાથે છેડછાડ અને પાર્ટીમાં જારી રહેલા અંતઃકલહના કારણે આમ આદમી પાર્ટી પણ અન્ય રાજકીય પાર્ટીઓ જેવી બની રહી છે. પાર્ટી નેતાઓ વિવાદમાં ફસાતા પાર્ટીની છબી ખરડાઇ રહી છે.

દિલ્હીમાં સત્તા સંભાળ્યા બાદ હવે પાર્ટી લોકસભા ચૂંટણીમાં કમાલ કરવાના સપના સેવી રહી છે, પરંતુ જે રીતે તેના નેતાઓ વિવાદો સાથે જોડાઇ રહ્યા છે, લાગતુ નથી કે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી માટે પડકાર બની ચૂકેલા અરવિંદ કેજરીવાલની નૌકા ડુબાડવા માટે પાર્ટીના કયા કયા નેતા તૈયાર છે, તેને અમે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ. તમે જુઓ અને જાતે જ વિચારો કે કેવી રીતે આ નેતા ‘આપ'ની છબીને ખરડીને રસ્તામાં અવરોધો ઉભા કરી રહ્યાં છે. આ વિવાદિત ચહેરા પાર્ટી માટે માથાનો દુખાવો બની રહ્યાં છે. એ ભય પણ પેદા થઇ ગયો છે કે ક્યાંક આ નેતાઓના કારણે કેજરીવાલને નુક્સાન વેઠવું ના પડે.

કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસ

અમેઠીથી રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડવાનો દાવો કરી રહેલા કુમાર વિશ્વાસની જીભ પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બની ચૂકી છે. લઘુમતિઓ પર એક આપત્તિજનક ટિપ્પણીને લઇને ઘેરાઇ ચૂકેલા વિશ્વાસને લઇને પાર્ટીમાં પણ ગતિરોધ જારી છે.

કાયદાના લપેટામાં આવ્યા ભારતી

કાયદાના લપેટામાં આવ્યા ભારતી

આમ આદમી પાર્ટી અને કેરજરીવાલ સરકારના કાયદા મંત્રી સોમનાથ ભારતી સૌથી વિવાદિત ચહેરો છે. તેમના પર પુરાવાઓ સાથે છેડછાડ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના આરોપ લાગ્યા છે.

સાથી નેતા પર હુમલો

સાથી નેતા પર હુમલો

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પડકાર આપી ચૂકેલા મલ્લિકા સારાભાઇ જ્યારથી આપ સાથે જોડાયા છે, ત્યારથી વિવાદોમાં છે. તાજો મામલો તેમના અને કુમાર વિશ્વાસ વચ્ચે જારી નિવેદનબાજીને લઇને છે.

કાશ્મીર પર ક્લેશ

કાશ્મીર પર ક્લેશ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણનો વિવાદો સાથે જૂનો નાતો છે. કાશ્મીરમાં સેના તૈનાતને લઇને તેમના નિવેદને પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. તેમના નિવેદનોના કારણે પાર્ટી કાર્યાલય બહાર હંગામો પણ થયો.

ક્રિકેટ બોલના કારણે બબાલ

ક્રિકેટ બોલના કારણે બબાલ

દિલ્હીના મહિલા અને બાળ વિકાસ મંત્રી રાખી બિરલાએ મંત્રી બનતા જ પોતાનું વલણ બદલી નાંખ્યુ. વિજયના થોડાક દિવસ બાદ જ તે વિવાદમાં ઘરેાઇ ગયા. રાખીની ગાડી પર લાગેલા ક્રિકેટ બોલને લઇને તેમણે બબાલ મચાવી દીધી. વિવાદ એટલો વધી ગયો કે પીડિત પરિવારે પોતાનું ઘર છોડીને જતા રહેવું પડ્યું.

ટિકિટને લઇને વિવાદ

ટિકિટને લઇને વિવાદ

લક્ષ્મીનગર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પહેલા જ મંત્રી પદને લઇને વિવાદ ઉભો કરી દીધો હતો, હવે તેઓ લોકસભા ચૂંટણીમાં ટિકિટને લઇને બગાવત કરી રહ્યાં છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે પાર્ટી પોતાના મુદ્દાઓ પરથી ભટકી ગઇ છે.

ખુલી ગઇ પોલ

ખુલી ગઇ પોલ

આર કે પુરમથી આપની ટિકિટ પર ઉભા રહેલા શાજિયા ઇલ્મી પર સ્ટિંગ ઓપરેશન થકી કરવામાં આવેલો ખુલાસો તેમની હારનું કારણ બન્યો. મીડિયા સરકાર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં તેમને અનશન માટે પૈસાની માંગ કરતા દર્શાવવામાં આવ્યા હતા.

પ્રશ્નોના ઘેરામાં સીએમ સાહેબ

પ્રશ્નોના ઘેરામાં સીએમ સાહેબ

આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે પણ પાર્ટી માટે મુશ્કેલી બની રહ્યાં છે. જનતા દરબારને લઇને તેમનો યુ ટર્ન તેમના માટે મુશ્કેલી બની ગયો, ત્યાં કોંગ્રેસ સાથે મિત્રતા કરવા બદલ કેજરીવાલને ઘણું સાંભળવું પડ્યું છે.

English summary
While the Chief Minister of Delhi Arvind Kejriwal is doing his entire bit to take the Aam Aadmi Party to great heights, there are some leaders and even minister that can harm the growing popularity of the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more