સીપીઆઇ નેતાનું નિવેદન, તો માથુ કાપી નાંખો હું સંભાળી લઇશ

ખેડુતોના હકની વાતો કરતા-કરતા કાયદાના ધજાગરા ઉડાડતી વાત કરનારા અતુલ અજાણે રોબર્ટ વાઢેરા પર ચાબખા માર્યા હતા. અજાણે કહ્યું કે, રોબર્ટ વાઢેરા પર લગાવાયેલા આરોપો સોનિયા ગાંધી માટે એક કાળા ડાઘ બરાબર છે. અજાણે સંસદ અને સાંસદો પર પ્રહાર કરતા કહ્યું કે આજે સંસદમાં 70 ટકા ડાકુઓ પહોંચી ગયા છે.
અતુલ અજાણે કથિત રીતે કાયદામંત્રી સલમાન ખુર્શીદ દ્વારા વિક્લાંગોના હક પર મારેલી તરાપ અંગે કહ્યું કે, પ્રધાનમંત્રીમાં જરા પણ નૈતિકતા હોત તો તે ખુર્શીદને બહારનો રસ્તો દેખાડી દેતા. સલમાન ખુર્શીદ અને તમના પત્નીએ વિક્લાંગોનો હક પણ ના છોડ્યો. રેલીમાં તીખા પ્રહારોનો દોર લાંબો ચાલ્યો પરંતુ અજાણની અમર્યાદિત ભાષાનો ઉકેલ ઉપયોગ ક્યાંયથી પણ લોકતાંત્રી કહીં શકાય નહીં.












Click it and Unblock the Notifications
