કેન્દ્રિય મંત્રીનો બેફામ વાણી વિલાસ, રાહુલ ગાંધીને સૌથી મોટા આતંકી કહેતા વિવાદ
લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવ્યા બાદથી બીજેપી નેતાઓ રાહુલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા રહ્યાં છે. હવે આ ક્રમમાં જ કેન્દ્રિયમંત્રીએ વાણી વિલાસ કરતા વિવાદ થઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુએ વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાથે તેમણે રાહુલ ગાંધીને આતંકવાદી પણ કહ્યા હતા.

રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી ગણાવ્યા અને કહ્યું કે આવા લોકો પર ઈનામ હોવુ જોઈએ, જેમણે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો અને બાદમાં તેમની હત્યા કરાવી.
બિહારના ભાગલપુરમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ અમેરિકામાં શીખોને લઈને રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, રાહુલ ગાંધીએ શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો, શીખો કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, આ માત્ર આગ લગાડવાનો પ્રયાસ છે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે."
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એ જ નિવેદન આપે છે દેશને વોન્ટેડ આપતા હતા. હવે જેઓ બોમ્બ અને દારૂગોળો બનાવે છે તેઓ અલગતાવાદી છે. જે ક્યારેક લોકોને મારવા, લોકોને ઉડાવી દેવા વગેરેનો પ્રયાસ કરે છે.
જ્યારે તે લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં આવે તો સમજી લેવું કે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે અને તેને પકડવા માટે સૌથી મોટું ઈનામ જાહેર કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
