Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ Live: ગૃહમંત્રી અમિત શાહે જનરલ બિપિન રાવતને તેમના આવાસે શ્રદ્ધાંજલિ આપી

કેરળના કુન્નૂર જિલ્લામાં ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરના લેટેસ્ટ ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક રહી હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાનું હેલિકોપ્ટર Mi-17v5 જંગલ વિસ્તારમ

કેરળના કુન્નૂર જિલ્લામાં ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરના લેટેસ્ટ ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક રહી હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાનું હેલિકોપ્ટર Mi-17v5 જંગલ વિસ્તારમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં જોરદાર આગ લાગી છે, જેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્થાનિક લોકો અકસ્માત સ્થળે હાજર છે અને તેઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Helicopter

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા

તમને જણાવી દઈએ કે આ અકસ્માત કોઈમ્બતુર અને સુલુર વિસ્તારની વચ્ચેના જંગલોમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પણ થોડો પહાડી વિસ્તાર છે. જે આર્મી હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીલગિરિ જિલ્લાના કલેક્ટરે આ અકસ્માતમાં 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સીડીએસ બિપિન રાવત વિશે કોઈ અપડેટ નથી.

Dec 10, 2021, 10:55 am IST

ગૃહમંત્રી અમિત શાહે જનરલ બિપિર વાતને તેમના આવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી
Dec 10, 2021, 10:54 am IST

બ્રિગેડિયર એલએસ લિડ્ડરના પત્ની અને દીકરીએ બરાર સ્ક્વેરમાં તેમને શ્રદ્ધાંજલિ આપી.
Dec 10, 2021, 10:53 am IST

રક્ષામંત્રી રાજનાથ સિંહે બ્રિગેડિયર એલએસ લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી.
Dec 10, 2021, 10:53 am IST

સેના પ્રમુખ જનરલ એમએમ નવરણે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી.
Dec 10, 2021, 10:52 am IST

રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી.
Dec 10, 2021, 10:51 am IST

બ્રિગેડિયર લિડ્ડરના પાર્થિવ દેહને બરાર સ્ક્વેર સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો.
Dec 08, 2021, 7:50 pm IST

બીએસપી ચીફ માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે દેશના સર્વોચ્ચ 5 સ્ટાર રેન્કના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સહિત ઘણા સૈન્ય અધિકારીઓનું આજે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું, તે ખૂબ જ દુઃખદ અને મોટુ નુકશાન છે. મારી ઊંડી સંવેદના કુદરત તેમના પરિવાર અને બીજા બધાને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
Dec 08, 2021, 7:38 pm IST

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
Dec 08, 2021, 6:27 pm IST

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
Dec 08, 2021, 6:26 pm IST

રક્ષા મંત્રીએ વધુમાં લખ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી હતી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી હતી.
Dec 08, 2021, 6:26 pm IST

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનું અકાળે અવસાન એ આપણા સશસ્ત્ર દળો અને દેશ માટે અપુરતી ખોટ છે.
Dec 08, 2021, 6:19 pm IST

બિપિન રાવતનું અવસાન ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી
Dec 08, 2021, 6:11 pm IST

તમિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે: સૂત્રો
Dec 08, 2021, 6:09 pm IST

વાયુસેનાના જણાવ્યા અનુસાર, Mi-17V5ને વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા.
Dec 08, 2021, 6:09 pm IST

મહારાષ્ટ્રમાં નવા દરબાર હોલનો ઉદ્ઘાટન સમારોહ મોકૂફ, રાષ્ટ્રપતિ કોવિંદ મુખ્ય અતિથિ હતા.
Dec 08, 2021, 4:48 pm IST

આર્મી ચીફ જનરલ નરવણેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને હેલિકોપ્ટર દુર્ઘટના મામલે માહિતી આપી.
Dec 08, 2021, 4:42 pm IST

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, જ્યારે હેલિકોપ્ટર પડ્યું ત્યારે 2-3 લોકો તેમાંથી કૂદી પડ્યા, જેમના શરીરમાં આગ લાગી હતી.
Dec 08, 2021, 4:41 pm IST

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સીડીએસ હેલિકોપ્ટર દુર્ઘટના મામલે સરકાર આવતીકાલે સંસદમાં નિવેદન જારી કરી શકે છે.
Dec 08, 2021, 4:40 pm IST

સંરક્ષણ મંત્રી થોડા સમય માટે દિલ્હીમાં સીડીએસના નિવાસસ્થાને ગયા હતા. ત્યાંથી તેઓ નીકળી ગયા છે.
Dec 08, 2021, 4:20 pm IST

રક્ષા મંત્રી દિલ્હીમાં CDS બિપિન રાવતના ઘરે પહોંચ્યા.
Dec 08, 2021, 4:19 pm IST

તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું કે હું મુખ્યમંત્રીના નિર્દેશ પર અહીં (હેલિકોપ્ટર ક્રેશ સાઇટ) પહોંચ્યો છું. વિમાનમાં સવાર 14 લોકોમાંથી પાંચના મોત થયા છે અને અન્ય બેની હાલત ગંભીર છે. બચાવ કામગીરી ચાલુ છે.
Dec 08, 2021, 4:07 pm IST

પત્ની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત હતા સવાર
Dec 08, 2021, 4:06 pm IST

કુન્નુરમાં સેનાનુ હેલિકોપ્ટર થયુ ક્રેશ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X