દેશમાં કોરોનાના સક્રિય કેસ છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછા, પરંતુ ચિંતા વધારી રહ્યા છે આ 5 રાજ્ય

દેશમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર વચ્ચે 20થી વધુ રાજ્યોમાં કોરોના સંક્રમણ હાલમાં કાબુમાં છે પરંતુ...

નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર વચ્ચે 20થી વધુ રાજ્યોમાં કોરોના સંક્રમણ હાલમાં કાબુમાં છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના દૈનિક નવા કેસ 100થી નીચે આવી રહ્યા છે કે જે ગંભીર સ્થિતિનો સંકેત નથી આપતા. આ દરમિયાન દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ હવે 3 લાખથી નીચે આવી ગઈ છે કે જે છેલ્લા 6 મહિનામાં પહેલી વાર થયુ છે. વર્તમાન દેશની અંદર સક્રિય કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો મે, 2021માં 33 લાખને પાર કરી ગયો હતો. આ એ સમય હતો જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર પોતાના ચરમ પર હતી.

coronavirus

આ પાંચ રાજ્યોમાં હજુ કોરોના નથી કાબુમાં

દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણ હાલમાં કાબુમાં છે પરંતુ અમુક રાજ્યો એવા પણ છે જેમણે ચિંતા વધારી દીધી છે. આમાં કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ અને મહારાષ્ટ્રનુ નામ શામેલ છે. આ રાજ્યોમાં હજુ પણ સરેરાશ 1 હજારથી વધુ કોરોનાના નવા કેસ દૈનિક સામે આવી રહ્યા છે. સૌથી વધુ ચિંતા કેરળથી છે જ્યાં રોજ કોરોનાના નવા કેસ 15 હજારથી વધુ આવી રહ્યા છે. વળી, દેશના કુલ સક્રિય કેસના લગભગ 55 ટકા ભાગ કેરળમાં છે.

મહારાષ્ટ્રમાં સક્રિય કેસ સૌથી વધુ

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં સક્રિય કેસની સંખ્યા સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં 37 હજાર આસપાસ સક્રિય કેસ છે. તમિલનાડુમાં પણ કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. તમિલનાડુમાં વર્તમાનમાં સક્રિય કેસની સંખ્યા 17,261 છે. વળી, આંધ્ર પ્રદેશમાં સક્રિય કેસ 12,482 છે જ્યારે મિઝોરમમાં પણ સક્રિય કેસ 8800 છે. મિઝોરમમાં રોજના સરેરાશ 1500થી વધુ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે.

દેશમાં રિકવરી રેટ ઘણો સારો

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં 3856 કેસમાં ઘટાડો થયો છે. એટલુ જ નહિ સક્રિય કેસ સાથે-સાથે કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાષ્ટ્રીય સ્તરો રિકવરી રેટ 97.78 ટકા છે. હાલમાં દેશમાં રોજ ઓછામાં ઓછા 25000 નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. રવિવારે ભારતમાં 26,041 નવા કોરોના વાયરસ કેસ નોંધવામાં આવ્યા જેમાંથી કેરળે 15,951 કેસમાં યોગદાન આપ્યુ જ્યારે મહારાષ્ટ્રમાં 3200 નવા કેસ સામે આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X