• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં કોરોનાનો કહેર, આંકડો 20 લાખને પાર, વિશેષજ્ઞોએ આપી ચેતવણી

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાનો પ્રકોપ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. રોજ સેંકડોની સંખ્યામાં નવા કોરોના દર્દીઓ આવી રહ્યા છે. કોવિ઼ડ-19ના નવા કેસ ગુરુવારે નોંધાયા બાદ ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 20 લાખને પાર પહોંચી ગયો છે. એટલે કે માર્ચથી લઈને અત્યાર સુધી 20 લાખ ભારતીય કોરોના મહામારીની ચપેટમાં આવી ચૂક્યા છે. આ આંકડા સાથે જ હવે ભારત વર્તમાનમાં કોવિડ-19 કેસો બાબતે દુનિયામાં બીજા સ્થાન પર પહોંચી ગયુ છે. એટલે કે વર્તમાનમાં દુનિયામાં સૌથી પ્રભાવિત બ્રાઝિલ અને અમેરિકાથી માત્ર ભારત પાછળ છે. ભારત દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે પણ કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

મૃત્યુદર અટકાવવો જરૂરી

મૃત્યુદર અટકાવવો જરૂરી

સફદરગંજ હોસ્પિટલના સામુદાયિક ચિકિત્સા વિભાગના પ્રોફેસર અને મુખ્ય ડૉક્ટર જુગલ કિશોરે કહ્યુ, 'જ્યાં વસ્તી 1300 મિલિયનથી વધુ તેવા ભારતમાં આ જનસંખ્યાના એક ટકા પણ નથી. જો આપણે વધુ પરીક્ષણ કરીશુ તો વધુ કેસ સામે આવશે.' તેમણે કહ્યુ કે એ મહત્વપૂર્ણ છે કે મૃત્યુદર વધવાથી રોકવામાં આવે અને પ્રભાવી મેનેજમેન્ટ દ્વારા દર્દીઓને ઓળખીને તેમનો ઈલાજ કરવો વધુ જરૂરી છે. તમને જણાવી દઈએ કે ભારતે 30 જાન્યુઆરીએ પહેલો કોવિડ-19 કોસ નોંધ્યો અને દેશમાં કોવિડ દર્દીઓની સંખ્યા 16 જુલાઈએ 1 મિલિયન સુધી પહોંચી ગઈ જે ત્રણ સપ્તાહમાં બમણી થઈને 2 મિલિયન થઈ ગઈ. ગ્રામીણ જિલ્લાઓમાં વાયરસનો પ્રસાર થવાના ખતરનાક સંકેત છે. જૂન સુધી વાયરસ મુખ્ય રીતે શહેરી ક્ષેત્રોમાં હતુ. પરંતુ હવે આધુનિક આરોગ્ય સુવિધાઓવિહીન નાના શહેરો અને ગામડાઓમાં મહામારી જવા સાથે સ્થિતિ ગંભીર થઈ ચૂકી છે.

અમેરિકાથી આગળ જતા રહીશુ તો તે આશ્ચર્ય નહિ ગણાય

અમેરિકાથી આગળ જતા રહીશુ તો તે આશ્ચર્ય નહિ ગણાય

આમિર ઉલ્લાહ ખાન, રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ફૉર કંટેમ્પરરી સ્ટડીઝ(આરજીઆઈસીએસ)ના વરિષ્ઠ અનુસંધાન એક્સપર્ટે કહ્યુ કે હવે ટેસ્ટ કરવા અને સમયે ઈલાજ કરાવવામાં ન આવ્યો તો સ્થિતિ આવનારા દિવસોમાં વધુ ભયાનક થઈ શકે છે. જો આપણે વર્ષના અંત સુધી અમેરિકાથી આગળ જતા રહીશુ તો તે આશ્ચર્ય નહિ ગણાય. વધુ પરીક્ષણો કરવાની જરૂર છે અને અમુક સ્થળોને વિશેષ લૉકડાઉનમાં નાખીને ઈલાજ પર ખર્ચ કરવો પડશે.

પ્રભાવી વેક્સીન નહિ મેળવી લઈએ ત્યાં સુધી વાયરસનો પ્રકોપ ચાલુ રહેશે

પ્રભાવી વેક્સીન નહિ મેળવી લઈએ ત્યાં સુધી વાયરસનો પ્રકોપ ચાલુ રહેશે

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)માં એક વૈજ્ઞાનિક અને મહામારી વિજ્ઞાનના પૂર્વ પ્રમુખ અને સંક્રમિત રોગોના પ્રમુખ લલિત કાંતે કહ્યુ કે સાર્વજનિક આરોગ્ય વિશેષજ્ઞોએ કહ્યુ છે કે ભારતની જનસંખ્યાનો આકાર જોઈને મોટી સંખ્યામાં પૉઝિટીવ કેસ હશે અને નિવારક ઉપાય અત્યાર સુધી એકમાત્ર વિકલ્પ છે જ્યાં સુધી એક વેક્સીન ઉપલબ્ધ ન થાય. જ્યાં સુધી આપણે એક સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન નહિ મેળવી લઈએ ત્યાં સુધી વાયરસ પોતાનો પ્રકોપ ચાલુ રાખશે. વર્તમાનમાં ઉપલબ્ધ એકમાત્ર નિવારક ઉપાય ફેસ માસ્કનો ઉપયોગ, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટંસીંગ રાખવુ છે. આ બધા સમુદાયના બદલતા વ્યવહાર સાથે જોડાયેલુ છે. આ સરળ નથી અને સમય લાગે છે.

દિલ્લીઃ 12 વર્ષની માસુમ બાળકી પર બર્બરતાપૂર્વક રેપ કરનાર આરોપી પકડાયોદિલ્લીઃ 12 વર્ષની માસુમ બાળકી પર બર્બરતાપૂર્વક રેપ કરનાર આરોપી પકડાયો

English summary
Corona cases across 20 lakhs in India, experts warn this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X