શહેરો પછી હવે ગામોને પણ ભરડામાં લઈ રહી છે કોરોનાની ત્રીજી લહેર, ઝડપથી વધી રહ્યા છે કેસ
કોરોના સંક્રમણ શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારી એક વાર ફરીથી દેશને પોતાના ભરડામાં લઈ રહી છે. કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે સંક્રમણ શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. વર્ષની શરુઆતની વાત કરીએ તો શહેરી વિસ્તારો મુંબઈ, દિલ્લી, ચેન્નઈ, કોલકત્તામાં 50 ટકા સંક્રમણના કેસ મળ્યા પરંતુ બુધવારે આમાં ઘટાડો જોવા મળ્યો અને આ જગ્યાઓ પર સંક્રમણના હવે કુલ 35 ટકા કેસ છે. વળી, ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વર્ષની શરુઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના કુલ કેસ માત્ર 6 ટકા હતા પરંતુ છેલ્લા 12 દિવસમાં તે બમણા થઈ ગયા છે અને 12 ટકા સુધી પહોંચી ગયા છે.

વર્ષની શરુઆતના પાંચ દિવસની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કુલ 58000 કેસ જ હતા. પરંતુ છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો આ સંક્રમણની સંખ્યા 2.12 લાખ સુધી પહોંચી ગઈ છે કે જે 266 ટકાનો વધારો છે. આ સમયમાં જો શહેરી વિસ્તારોની વાત કરીએ તો સંક્રમણના કેસ 1.8 લાખથી વધીને 6 લાખ સુધી પહોંચી ગયા કે જે 233 ટકાનો વધારો છે. કે જે ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણથી થોડો ઓછો છે. ભારતમાં ગુરુવારે કોરોનાના 259291 કેસ સામે આવ્યા હતા કે જે ત્રીજી લહેરમાં એક દિવસમાં સર્વાધિક કેસ છે. બુધવારે 18.86 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
