For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી બોલ્યા- કોરોનાએ માનવ જાતિને સંકટમાં નાખી, સંકલ્પ-સંયમ જ બચાવ

પીએમ મોદી બોલ્યા- કોરોનાએ માનવ જાતિને સંકટમાં નાખી, સંકલ્પ-સંયમ જ બચાવ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતેનું સંકટ એવું છે જેણે આખી માનવ જાતિને સંકટમાં નાખી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે પણ આટલા દેશ પ્રભાવિત નહોતા થયા જેટલા આ વખતે કોરોનાવાઈરસના કારણે થયા છે. તેમણે કહ્યું કે ભારતના 130 કરોડ લોકોએ કોરોનાવાઈરસનો સામી છાતીએ સામનો કર્યો છે. ગત કેટલાક દિવસોથી એવું લાગી રહ્યું છે કે જેમ કે આપણે બચેલા છે, એવું લાગે છે કે આપણે નિશ્ચિંત થઈ ગયા ચીએ. પરંતુ એ યોગ્યન થી. પીએમે કહ્યું કે કોરોનાવાઈરસને લઈ નિશ્ચિંત થઈ જવું યોગ્ય નથી.

modi

પીએમ મોદીએ કહ્યું કે તેમણે જ્યારે પણ દેશ પાસે કંઈ માંગ્યું લોકોએ ક્યારેય તેમને નિરાશ નથી કર્યા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આજ બધા દેશવાસીઓ પાસે કંઈક માંગવા આવ્યા છે અને લોકોને જનતા કર્ફ્યૂ પાળવા માટે અપીલ કરી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના માનવ જાતિ માટે સૌથી મોટું સંકટ છે. ત્યારે લોકોએ ખુદ સાવચેત રહેવાની જરૂર છે અને તમે ખુદ સ્વસ્થ રહેશો તો આખું જગત સ્વસ્થ રહેશે. આની સાથે જ રવિવારે જનતા કર્ફ્યૂ પાળવાની અપીલ કરી અને સાથે જ લોકોને તેમને ત્યાં કામ કરવા આવતા લોકોને કામ કરવા ના આવ્યા હોય તો પણ પગાર ના કાપવા અપીલ કરી છે જેથી તેમનું ઘર પણ ચાલ્યું રહે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધનની મોટી વાતોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધનની મોટી વાતો

English summary
Corona Crisis: PM narendra modi said willpower-abstinence is Rescue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X