કોરોના: ઓમિક્રોન એલર્ટ! કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, બોલાવી બેઠક
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સામે આવવાથી સમગ્ર દુનિયામાં દહેશત ફેલાઈ ગઈ છે. દુનિયાના કેટલાક દેશ એલર્ટ પર છે. આ વચ્ચે ભારતમાં પણ તાબડતોડ બેઠકનો સમય શરૂ થઈ ગયો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય અધિકારી
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સામે આવવાથી સમગ્ર દુનિયામાં દહેશત ફેલાઈ ગઈ છે. દુનિયાના કેટલાક દેશ એલર્ટ પર છે. આ વચ્ચે ભારતમાં પણ તાબડતોડ બેઠકનો સમય શરૂ થઈ ગયો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાવધાની વરતવાની સલાહ આપી છે. કેન્દ્ર સિવાય રાજ્ય સરકાર પણ એલર્ટ પર છે. રાજ્ય સરકારોએ કેટલાક પ્રકારના આદેશ જારી કરી દીધા છે.

કોવિડ-19નો નવો વેરિઅન્ટ B.1.1529 આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. WHOએ આને શુક્રવારે વેરિઅન્ટ ઓફ કંસર્ન ચિંતાજનક ગણાવી છે. આને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યુ છે. આને કોરોનાના બાકી વેરિઅન્ટથી વધારે સંક્રમક ગણાવાયુ છે. ઓમિક્રોન વેરિઅન્ટથી વધતી ચિંતાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આ પત્રમાં રિસ્ક વાળા દેશોથી આવનાર મુસાફરની સ્ક્રીનિંગ અને 14 દિવસના ક્વોરન્ટાઈન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ સાથે જ હોટસ્પોટ વાળા વિસ્તારની નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. હોટસ્પોટ વિસ્તારમાં મળનાર પોઝિટીવ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે INSACOG લેબ મોકલવાનુ કહેવામાં આવ્યુ છે. રાજ્યોને જલ્દીથી જલ્દી હોટસ્પોટ વિસ્તારની ઓળખ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજ્યોને વધારેથી વધારે ટેસ્ટિંગ કરવા અને 5%થી નીચે સંક્રમણ દર રાખવાની સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
