કોરોનાની આ દવા એટલી અસરકારક છે કે અધવચ્ચે જ અટકાવવું પડ્યું સંશોધન
એ દિવસ દૂર નથી જ્યારે અન્ય રોગોની જેમ કોવિડ 19ને પણ દવા આપીને તેનો ઇલાજ કરી શકાશે. હવે ફાઈઝર પણ કોરોના વાયરસની દવાઓની રેસમાં જોડાઈ ગઈ છે.
એ દિવસ દૂર નથી જ્યારે અન્ય રોગોની જેમ કોવિડ 19ને પણ દવા આપીને તેનો ઇલાજ કરી શકાશે. હવે ફાઈઝર પણ કોરોના વાયરસની દવાઓની રેસમાં જોડાઈ ગઈ છે. શુક્રવારના રોજ કંપનીએ કોવિડ 19ની દવા તરીકે પેક્સલોવિડ નામની ગોળી દુનિયાની સામે મૂકી છે. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, આ ગોળી હાલની મર્ક પિલ કરતાં વધુ અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ દવા કોવિડ 19થી થતા મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવામાં 89 ટકા અસરકારક છે.

ફાઈઝરની દવાએ અજમાયશના પ્રારંભિક તબક્કામાં એવા અસરકારક પરિણામો દર્શાવ્યા કે, તેનું સંશોધન અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, દવાના ક્લિનિકલ ટ્રાયલ્સ પર દેખરેખ રાખતા નિષ્ણાતોના એક સ્વતંત્ર બોર્ડે ભલામણ કરી હતી કે, સંશોધન તાત્કાલિક બંધ કરવામાં આવે કારણ કે, દર્દીઓ પર દવાની અસર અત્યંત અસરકારક અને આશ્વાસન આપનારી સાબિત થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે યુએસમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે ટૂંક સમયમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને ડેટા સબમિટ કરવાની યોજના ધરાવે છે.
ટ્રાયલમાં મળ્યા અકલ્પનિય પરિણામો
ફાઈઝરના એક્ઝિક્યુટિવ એનાલિસા એન્ડરસને જેમણે દવા વિકસાવી રહેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું, જણાવ્યું હતું કે, પરિણામો ખરેખર અમારી કલ્પનાની બહાર છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, પેક્સલોવિડ આપણા જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવા અને મહામારીને સમાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ફાઈઝરના હરીફ મર્કે કોરોનાની સારવાર માટે પ્રથમ ગોળી બનાવી છે. ગત અઠવાડિયે બ્રિટન મર્કની દવાને મંજૂરી આપનારા પ્રથમ દેશ બન્યો હતો.
ફાઈઝર સંશોધનમાં શામેલ 775 પુખ્ત વ્યક્તિ
મર્કની દવાનું નામ મોલનુપીરાવીર છે. મર્ક અને ફાઈઝર બંનેએ હજૂ સુધી તેમના ટ્રાયલ માટે ડેટા પ્રદાન કર્યો નથી. Pfizer એ દવાની કેટલીક આડઅસરોની પણ જાણ કરી, પરંતુ પ્રમાણ 20 જૂથોમાંથી એકમાં હતું. શુક્રવારના રોજ ફાઈઝરએ તેના અભ્યાસના પ્રારંભિક પરિણામો જાહેર કરતી વખતે દવા અંગે જાણ કરી હતી. આ અભ્યાસમાં 775 વયસ્કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
