ભારતીય સેનામાં કોરોનાવાઈરસની ઘુસણખોરી, લદ્દાખમાં એક જવાન પોજિટિવ

ભારતીય સેનામાં કોરોનાવાઈરસની ઘુસણખોરી, લદ્દાખમાં એક જવાન પોજિટિવ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ હવે દુનિયાભરના દેશો માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. ભારતમાં પાછલા કેટલાક દિવસમાં કોરોનાવાઈરસના મામલામાં સતત વધારો થયો છે. આ દરમિયાન કોરોનાવાઈરસે ભારતીય સેનામાં પણ ઘૂસણખોરી કરી લીધી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સેનાના સૂત્રોના હવાલેથી જણાવ્યું કે લદ્દાખ સ્કાઉટના એક જવાનમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે. જ્યારે પુણેમાં સેનાના એક અધિકારી અને એક મહિલામાં કોરોનાના લક્ષણ મળવા પર તેમને ક્વારંટીનમાં રાખવામાં આવ્યા છે.

સંક્રમિત જવાનના પિતા ઈરાનથી પરત ફર્યા હતા

સંક્રમિત જવાનના પિતા ઈરાનથી પરત ફર્યા હતા

સેનાના સૂત્રો મુજબ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થી છે. જાણકારી મુજબ હાલમાં જ જવાનના પિતા ઈરાનથી પરત ફર્યા હતા. જવાનનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે અને તેની પત્ની તથા બહેનને ક્વારેંટાઈનમાં મોકલી આપવામાં આવ્યા છે. કોરોના પોજિટિવ જવાનના પિતા પણ સંક્રમિત છે. બીજી તરફ આર્મીના સૂત્રો મુજબ કોરોનાવાઈરસના લક્ષણ જણાયા બાદ સેનાના એક અધિકારી અને એક મહિલાને પુણેની મિલિટ્રી ઈન્સ્ટીટ્યૂટમાં સેલ્ફ ક્વારંટીનમાં રાખવામાં આવ્યા છે.

સેનાના અધિકારીમાં સંદિગ્ધ લક્ષણ મળ્યા

સેનાના અધિકારીમાં સંદિગ્ધ લક્ષણ મળ્યા

સેના મુજબ હાલ તેમની હાલત સ્થિર છે પરંતુ જરરૂતના હિસાબે કોરોનાવાઈરસ માટે તેમના ટેસ્ટ કરાવાઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી ચે. વાયરસ સંક્રમિત વ્યક્તિ હાલમાં જ ઈંગ્લેન્ડથી પરત ફર્યો છે. કોરોનાના લક્ષણોના કારણે તેને કોલકાતાની સરકારી હોસ્પિટલ બેલઘાટા આઈડીના પૃક વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય પરિક્ષણ બાદ વ્યક્તિમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થી છે.

5700થી વધુ લોકો દેખરેખ હેઠળ

5700થી વધુ લોકો દેખરેખ હેઠળ

અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 137 થઈ ગઈ છે અને ત્રણ સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે. અગ્રવાલે કહ્યું કે, મૃતદેહોને અંતિમ સંસ્કાર, સંક્રમણને રોકવા, જરૂરી પગલાં અને પર્યાવરણને સંક્રમણ મુક્ત બનાવવાને લઈ દિશા-નિર્દેશ નક્કી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં 137 લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત ચે. તેમના સંપર્કમાં આવેલ 5700થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X