corona update : છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,166 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 214 દર્દીઓના મોત
દેશમાં કોરોનાના કેસ પહેલાથી જ ઓછા થઈ ગયા છે, પરંતુ ખતરો હજૂ સમાપ્ત થયો નથી અને આ કારણોસર દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે.
corona update : દેશમાં કોરોનાના કેસ પહેલાથી જ ઓછા થઈ ગયા છે, પરંતુ ખતરો હજૂ સમાપ્ત થયો નથી અને આ કારણોસર દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે. રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18,166 નવા કેસ નોંધાયા છે અને 214 લોકોના મોત થયા છે, જ્યારે 23,624 લોકો હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે પરત ફર્યા છે.

હાલમાં દેશમાં સક્રિય કેસ 2,30,971 છે, જ્યારે કુલ મૃત્યુઆંક 4,50,589 પર પહોંચી ગયો છે, જ્યારે 3,32,71,915 લોકો પણ કોરોનામુક્ત થયા છે. જ્યારે રવિવાર સુધી દેશમાં રસીકરણની સંખ્યા 94,70,10,175 પર પહોંચી ગઈ છે.
રવિવારના રોજ ભારતમાં કોવિડ માટે 12,83,212 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે, શનિવાર સુધી કુલ 58,25,95,693 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

રાજ્યમાં પાંચ દિવસમાં ચાર મોત
તાપી જિલ્લામાં કોવિડ દર્દીના મોત સાથે ગુજરાતમાં મૃત્યુઆંક 10,086 પર પહોંચી ગયો છે. રાજ્ય માટે પાંચ દિવસમાં આ ચોથું મૃત્યુ નોંધાયું હતું, જે જુલાઈ બાદસૌથી વધુ છે. રાજ્યમાં 24 કેસ સાથે 24 કલાકમાં દૈનિક કેસમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. 17 દર્દીઓને રજા આપવામાં આવી હોવાથી સક્રિય કેસ 7ના વધારા સાથે182 થયા છે.
નવા પોઝિટિવ કેસમાં સુરત શહેરમાંથી 7, અમદાવાદ શહેરમાંથી 5, વલસાડ જિલ્લામાંથી 2, ભાવનગર અને નવસારી જિલ્લામાંથી 2-2 અને વડોદરા શહેર, મહેસાણાઅને સુરત જિલ્લામાંથી 1- 1 કેસ શામેલ છે. આ સાથે સુરતમાં સક્રિય કેસ 56 અને અમદાવાદમાં 41 પર પહોંચી ગયા છે.

કેરળે ચિંતામાં કર્યો વધારો
દેશમાં કોરોનાની સ્થિતિ પહેલાથી જ ઓછી થઈ ગઈ છે, પરંતુ કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના અડધાથી વધુ કોરોના કેસ એકલા કેરળ
રાજ્યમાંથી આવી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 9,470 નવા કેસ નોંધાયા છે અને 101 લોકોના મોત થયા છે, શનિવારે 88,310 કોવિડ પરીક્ષણો
કરવામાં આવ્યા છે. રાજ્યમાં તો બીજી તરફ જો આપણે મિઝોરમની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,170 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના
મોત થયા છે.

70 ટકા વસ્તીમાં વિકસી એન્ટિબોડીઝ
દક્ષિણ ભારતની વાત કરીએ તો તાજેતરમાં તમિલનાડુ રાજ્યમાં થયેલા સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે, રાજ્યની 70 ટકા વસ્તીએ કોરોના સામે લડવા માટેએન્ટિબોડીઝ વિકસાવી છે. આ સર્વે જુલાઈ-ઓગસ્ટમાં કરવામાં આવ્યો હતો. કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં જ્યાં કોરોના હજૂ પણ કોરોના સંક્રમણ વધારે છે.
આ સાથેશનિવારના રોજ દિલ્હીમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા અને એક પણ મૃત્યુ નોંધાયું થયું નથી, જે રાહતની વાત છે. દિલ્હીમાં ઓક્ટોબર મહિનામાં અત્યારસુધીમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું છે.

દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે, તમામ પ્રયાસો બાદ પરિસ્થિતિ થોડી સ્થિર થઈ છે, પરંતુ હજૂ પણદરેકને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, તે દરેકના મનમાં પ્રથમ હોવું જોઈએ કે, કોરોના વાયરસ ખતમ નથી અને દરેક સાવધાન રહેવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
