Corona Update: ત્રીજા દિવસે પણ 20 હજારથી વધુ કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત

હાલમાં ભારતમાં કોરોનાની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે પરંતુ રોજેરોજ બહાર આવતા નવા કેસમાં વધઘટ થઈ રહી છે. જાણો કોરોના અપડેટ...

નવી દિલ્લીઃ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દેશ અને દુનિયા કોરોના મહામારીની ઝપેટમાં છે. હાલમાં ભારતમાં કોરોનાની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે પરંતુ રોજેરોજ બહાર આવતા નવા કેસમાં વધઘટ થઈ રહી છે. શનિવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20044 નવા કેસ નોંધાયા છે.

corona

કોરોનાના નવા કેસમાં શનિવારે પણ 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 20044 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 18301 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. તે જ સમયે આ જીવલેણ રોગને કારણે 56 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના 1,40,760 સક્રિય દર્દીઓ છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 4.80 ટકા છે. આ પહેલા શુક્રવારે પણ કોરોનાના 20038 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે 20139 નવા કેસ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 146 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે કોરોનાના નવા કેસ 20 હજારને વટાવી ગયા છે.

15 જૂલાઈથી બૂસ્ટર ડોઝ લગાવવાનુ શરુ

દેશમાં 15 જુલાઈથી 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' શરૂ થયો છે. 15 જુલાઈથી આગામી 75 દિવસ સુધી દેશમાં સરકારી કેન્દ્રો પર 18 થી 59 વર્ષની વયજૂથના લોકોને કોરોના વાયરસની રસીના બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X