કોરોના વાયરસનો કહેર યથાવત, 24 કલાકમાં 991 લોકોના મોત અને 43393 નવા કેસ
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે 43,393નો વધારો થયો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે 43,393નો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 44,459 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જ્યારે 911 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ 3,07,52,950 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 2,98,88,284 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, દેશમાં કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો આ સંખ્યા 4,58,727 છે જ્યારે અત્યાર સુધી દેશમાં 4,05,939 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

કોરોના સામે રસીકરણ સૌથી મોટુ હથિયાર છે. એવામાં સતત રસીકરણની ગતિને વધારવાની કોશિશ થઈ રહી છે. દેશમાં અત્યાર સુધી 36,89,91,222 કોરોનાનો ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 40,23,173 વેક્સીનનો ડોઝ લોકોને આપવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી આવેલા કુલ સંક્રમણના કેસો જોઈએ તો તેમાંથી માત્ર 1.49 ટકા જ સક્રિય કેસ છે જ્યારે દેશમાં કોરોનાથી રિકવર થવાનો દર 97.19 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 42.70 કરોડ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
