Corona vacation: આવતા મહિના સુધીમાં બાળકો માટે કોરોના વેક્સિન આવી શકે છે

કોરોના મહામારીની ત્રીજી લહેરના ભય વચ્ચે બાળકો માટે રસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, આવતા મહિના સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે.

કોરોના મહામારીની ત્રીજી લહેરના ભય વચ્ચે બાળકો માટે રસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, આવતા મહિના સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. મંગળવારે સંસદમાં ભાજપ સંસદીય સમિતીની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આરોગ્ય પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માહિતી આપી હતી. આ બેઠકમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સરકાર આવતા મહિનાથી બાળકોનું રસીકરણ શરૂ કરી શકે છે.

Corona vacation

નિષ્ણાંતો કહે છે કે બાળકો માટે કોરોના રસીના આગમન સાથે કોરોનાની ચેઈન તોડવા સાથે સાથે દેશમાં શાળાઓ ફરી શરૂ કરવા તરફ આ એક મોટું પગલું હશે. બીજી તરફ ત્રીજી લહેરની સંભાવનાને જોતા બાળકોને રસીકરણ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સરકાર દ્વારા રસીકરણ માટે રચાયેલા નેશનલ એક્સપર્ટ ગ્રુપના વડા ડો.એન.કે.અરોરાએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ઝાયડસની રસી આવતા 12 થી 18 વર્ષના બાળકો માટે રસી સપ્ટેમ્બર સુધીમાં શરૂ થશે.

તમને જણાવી દઇએ કે હાલમાં બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની ટ્રાયલ્સ ચાલી રહી છે. આ વિશે માહિતી આપતા તાજેતરમાં દિલ્હીના એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોવેક્સિનના ટ્રાયલના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. આ સાથે ડો.ગુલેરિયાએ કહ્યું, 'અપેક્ષા છે કે બાળકોને રસી આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરૂ થશે. મને લાગે છે કે ઝાયડસ રસીની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરીની રાહ જોઈ રહ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિન ટ્રાયલ પણ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં સમાપ્ત થઈ જશે અને તે સમય સુધીમાં આપણે રસીના ઉપયોગ માટે મંજૂરી પણ મેળવી લઈશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X